નોંધપાત્ર છે કે ગુગલે અત્યાર સુધી જેટલા પણ પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું છે તે લોકપ્રિય થવાની સાથે-સાથે સફળ પણ થયા છે. આના પછી હવે કંપની નવો પ્રોજેક્ટ લાવી રહી છે. આ પ્રોજેક્ટને અત્યારે કંપનીએ યુએસ માં રિલીઝ કરતા, થોડા રાજ્યો માટે ઉપલબ્ધ કરી દીધો છે.
ગુગલે પોતાના આ નવા પ્રોજેક્ટને મોટા ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત બનાવ્યો છે અને તે સનલાઇટ યુઝેઝ ના આધાર પર છે. જો તમારું ઘર મેટ્રો એરિયા એરિઝોના, કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, નેવાડા અને નોર્થ કેરોલિના માં હોય તો તમે આમાં એડ્રેસ નાખીને કવર અને લોકેશન ને વિઝ્યુઅલ્સની સાથે ચેક કરી શકો છો.
Google ગ્રીન બ્લોગ અનુસાર આ તમારા ઘરની છતને બતાવ્યા ની સાથે સાથે વૃક્ષો અને ઇમારતોને પણ બતાવશે. આમાં ગૂગલ અર્થના વિઝ્યુઅલ્સ નો સમાવેશ થાય છે, જે એક વર્ષના સનલાઇટ વપરાશને પ્રોજેક્ટમાં બતાવે છે. જો તમારે આના વિષે વધારે જાણવું હોય તો તમે આની સાઈટમાં જઈને નવા ડેમો નો ઉપયોગ કરી શકો છે.