ગુગલે લોન્ચ કરી સૌથી ઝડપી એવી નવી વિડીયો કોલિંગ એપ ‘ડુઓ’

maxresdefault-2

વિડીયો કોલિંગ હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં જરૂરી બની ગયું છે. એવામાં સર્ચ એન્જીન ગુગલે પોતાની નવી એપ્લીકેશન ને ટેકનોલોજીની દુનિયામાં લોન્ચ કરી છે, જેનું નામ ‘ડુઓ’ એપ રાખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે ગુગલની આ નવી વિડીયો કોલિંગ એપ સ્કાઇપ, ફેસટાઈમને ટક્કર આપી શકે તેવી સક્ષમ છે.

સર્ચ એન્જીન ગુગલે આ એપ એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે લોન્ચ કરી છે. વિડીયો કોલિંગ ક્ષેત્રે એપલ અને માઈક્રોસોફ્ટને પણ ટક્કર મળી શકે છે. આ એપને અત્યાર સુધીની સૌથી Fast and Simple Mobile Video Calling App માનવામાં આવે છે.

આની ખાસિયત એ છે કે જયારે તમે વિડીયો કોલિંગ માટે આ એપ ઓપન કરો ત્યારે જાતે જ સેલ્ફી કેમેરો ઓપન થઇ જશે અને સ્ક્રીન પર કોલ કરવા માટે એક જ બટન દેખાશે. આ એપમાં ગુગલે એક નવું ફીચર જોડ્યું છે જેનું નામ ‘નોક નોક’ છે. આના માધ્યમે યુઝર્સ કોલરને જોઇને જવાબ આપવો કે તેને ઇગ્નોર કરવો એ ફેસલો લઇ શકે છે.

google-duo

ઉપરાંત આની બીજી વિશેષતા એ છે જનરલી આપણે કોઈ એપમાં એકાઉન્ટ બનાવી લોગ ઇન થતા હોઈએ છીએ, પણ આમાં એવું નથી. આ એપમાં તમારે એકાઉન્ટ બનાવવાના બદલે ફક્ત Phone Number નાખવો પડશે. આ એપની Size ફક્ત 5MB જ છે, જયારે અન્ય વિડીયો કોલિંગ એપની સાઈઝ 20MB  થી ઓછી નથી હોતી.

લોન્ચ થતા જ યુઝર્સે આને 4.4 Ratings આપી દીધા છે અને 5 લાખથી 10 લાખ લોકો આને ડાઉનલોડ પણ કરી ચુક્યા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,305 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>