ગુગલના લેરી પેજ બન્યાં ‘બિઝનેસ પર્સન ઓફ ધી યર’

ગુગલના લેરી પેજ બન્યાં 'બિઝનેસ પર્સન ઓફ ધી યર'

ગુગલના લેરી પેજ વર્ષ 2014ના બિઝનેસ પર્સન ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમણે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પાછળ પાડીને આ સ્થાન મેળવ્યું છે.તેમ ફોર્ચુન મેગેઝીને જણાવ્યું છે. ફોર્ચ્યુન પત્રિકાની 20 ગ્લોબલ કોર્પોરેટની લીસ્ટમાં ગૂગલના સીઈઓ લેરી પેજ પ્રથમ છે. લિસ્ટ કંપનીના પ્રદર્શન, લિડરશીપ સ્ટાઈલ અને શેરધારકોના કુલ રિટર્નના આધાર પર તૈયાર કરવામાં આવી છે. 

ટોપ 20 અગ્રણીઓની લીસ્ટમાં 5 મહિલાઓ છે. નોંધનીય છે કે 2012માં ફોર્ચ્યુનની લિસ્ટમાં પહેલા નબંર પર અમેઝનના જેફ બેજોસ ટોપ 20ની લિસ્ટમાંથી બહાર છે. જે મહિલાઓને લીસ્ટમાં જગ્યા આપવામાં આવેલી છે તેમાં અલ્ટ્રા બ્યુટીના સીઈઓ મેડી ડિલ્લન, આઈટી સીઈઓ અને પ્રેસિડન્ટ ડેનિસ રામોસ, ટીજેએક્સ કાસની સીઈઓ કેરોલ મેરોટવિઝ, થેરાનોસની ફાઉન્ડર અને સીઈઓ એલિઢાબેથ હોમ્સ અને વિલિયમ્સ સોનોમાના ચેરમેન લારા અલબેરનો સમાવેશ થયો છે.

Comments

comments


3,665 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 4 =