સવાલાખ પ્રવાસીઓ ગીરમાં ઘૂમી વળ્યા

Gir Gujaratis enjoying a fun vacation: many peoples  tourists turned in ghumi

સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રવાસીઓ ઉપરાંત દેશભરમાંથી પ્રવાસીઓ ગીર તરફ દોડે છે. આ પ્રવાસીઓનો રૂટ કાં તો અમરેલી તરફથી હોય છે અથવા જુનાગઢ અને સાસણ તરફથી હોય છે. દિવાળીના તહેવારોમાં દશ દિવસ દરમીયાન ગીરપૂર્વ વન વિસ્તાર સવા લાખ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યો હતો. 25 હજારથી વધુ વાહનો જંગલમાંથી પસાર થયા હતાં. સોથી વધુ ભીડ ધર્મસ્થાનોમાં હતી.

આ વિસ્તારમાં કનકાઇ, બાણેજ, તુલશીશ્યામ, ધારી ખોડીયાર સહિતના તિર્થસ્થાનોમાં લોકોની હકડેઠઠ્ઠ મેદની ઉમટી હતી. આ ઉપરાંત ગીરનો રમણીય નઝારો જોવા તથા સોમનાથ અને દિવ તરફ જતા પ્રવાસીઓથી પણ જંગલ ગુંજી ઉઠ્યુ હતું.

અહીં સેમરડી, જસાધાર અને ટીંબરવા ચેકપોસ્ટ પરથી જંગલમાં પ્રવેશતી વખતે કોઇપણ વાહન ચાલકે તેની અંદર કેટલા પ્રવાસીઓ છે તેની પણ નોંધ કરાવવી પડે છે. સવા લાખથી વધુ પ્રવાસીઓએ જંગલમાં વિહરવાની મોજ માણી હતી. ગીરનું જંગલ સાવજોથી ડણકના બદલે જાણે વાહનોના કરકસ અવાજથી ગુંજી ઉઠ્યુ હતું. ડીએફઓની કડક સુચનાને પગલે સ્ટાફ પણ સતત સાવચેત રહ્યો હતો. આ ઉપરાંત જંગલના માર્ગો પર સતત પેટ્રોલીંગ પણ રાખવામાં આવ્યુ હતું.

25 હજારથી વધુ વાહનો જંગલમાં પ્રવેશ્યા

Gir Gujaratis enjoying a fun vacation: many peoples  tourists turned in ghumi

ગીર પૂર્વ જંગલ હેઠળ આવતી ત્રણ ચેકપોસ્ટ પરથી વાહનોને જંગલમાં પ્રવેશ અપાયો હતો. 11622 મોટર સાયકલ ઉપરાંત 13336 કાર અને 321 બસ સહિત અન્ય વાહનો મળી 25279 વાહનોને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગેરકાયદે સિંહ દર્શન સામે રખાઇ તકેદારી

Gir Gujaratis enjoying a fun vacation: many peoples  tourists turned in ghumi

ગીર પૂર્વ વન વિભાગ તથા આસપાસના વિસ્તારમાં આ પ્રવાસીઓ દ્વારા ગેરકાયદે સિંહદર્શન યોજી કોઇ આફત ઉભી કરવામાં ન આવે તે માટે વનતંત્ર દ્વારા ભારે તકેદારી રખાઇ હતી. ડીએફઓ અને સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. અનેક સ્થળેથી દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,357 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>