ગળાની બળતરાને આ ઉપાયોથી કરો દુર

Sore-Throat-During-Pregnancy

અત્યારે શિયાળાની સીઝન ચાલે છે તેથી વધારે ઠંડીને કારણે લોકોને શરદી, ઉધરસ અને ગળામાં બળતરા રહે એ સ્વાભાવિક છે. ગળામાં બળતરા સામાન્ય રીતે વાયરસ અને બેકટેરિયાના સંક્રમણને કારણે થાય છે.

માનવામાં આવે છે કે પેટમાં અનૈસર્ગિક એસીડની કમીને કારણે આ તકલીફ થાય છે. જયારે તમને આવી સમસ્યા થાય ત્યારે તમે તરત જ ડોક્ટર પાસે ચાલ્યા જાઓ છો. જોકે, આનો ઈલાજ તમારા રસોઈઘર માં જ છે. એવા ઘરેલું નુસ્ખાઓ જેનાથી તમે ઉપચાર કરી શકો છો.

*  ૧ કપ નવશેકા પાણીમાં અડધી ચમચી મીઠું અને ચપટી હળદર નાખીને કોગળા કરવા. કોગળા કર્યાના અડધા કલાક સુધી કઈ પણ ખાવું પીવું નહિ.

*  ૧ ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર, અજમાના દાણા અને સ્વાદાનુસાર મરીનો ભૂકો નાખીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે.

*  તુલસીના પાનને ઉકાળીને પછી ઠંડુ થવા દેવું. હવે આ મિક્સચરથી માઉથવોશ ની જેમ દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા.

*  આદુનો રસ અને મધ મેળવીને આનું સેવન કરવું.

*  ફ્રેશ વરીયાળી ચાવવાથી પણ ગળાની બળતરા દુર થાય છે.

*  ગળાની બળતરા દુર કરવા લવિંગને મોઢામાં રાખી ધીરે ધીરે ચાવવી. લવિંગ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. આ ગળાની બળતરા અને સોજાને દુર કરે છે.

*  ભલે તમને કફ ન હોય પણ આ સમસ્યામાં તમે કફ સીરપ પણ લઇ શકો છો. આ ગળામાં ઉપરી પરત બનાવી દુખાવાથી અસ્થાયી રાહત આપે છે. તો તમે કફ સીરપ વાપરી શકો છો.

Comments

comments


17,157 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 8