ગર્લફ્રેન્ડ ને ઈમ્પ્રેસ્સ કરવા માટે ના ખાસ ગુણો

To impress girlfriends, the date must be the special qualities

શું તમે તમારી ગર્લફ્રેન્ડના મનમાં તમારી એક ખાસ જગ્યા બનાવવા ઇચ્છો છો તો તમારા માટે તમારી પર્સનાલિટીની સાથે મેચ્યોરિટી બતાવવાનું પણ આવશ્યક રહે છે. આજકાલની છોકરીઓ મેચ્યોર પાર્ટનરને પસંદ કરે છે. જ્યારે તે પાર્ટનરની પસંદગી કરે છે ત્યારે તે કેટલી સક્ષમતા અને સોશ્યલ સ્ટેટસ ધરાવે છે તેને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

જો તમે એક બળવાન અને સુંદર દેખાતા પુરૂષને સજ્જન પુરૂષ ગણો છો? પરંતુ હકીકતમાં એવું નથી, એક સજ્જન પુરૂષમાં કેટલાંક વિશિષ્ટ ગુણ હોય છે. જેનું પાલન તેઓ જીવનભર કરે છે, આ માત્ર તેઓનું બહારનું વ્યક્તિત્વ જ નહીં પરંતુ આતંરિક વ્યક્તિત્વ પણ દર્શાવે છે. તેથી એક સજ્જન પુરૂષને ઓળખવા માટે અહીં કેટલાંક વિશિષ્ટ ગુણોની યાદી આપવામાં આવી છે. તેની મદદથી તમે થોડા માપદંડને જોઇ શકો છો અને સાછે અન્યને તમારે પોતે નક્કી કરવાના રહે છે.

હિંમતવાન પુરૂષ

એક સશક્ત કે બળવાન પુરૂષ તે કહેવાય જે નકારાત્મકતા કે અશક્તિથી ગભરાતો નથી. ગંભીર પરિસ્થિતિઓમાં રોવાને બદલે તેનો મુકાબલો કરે છે. આ સમસ્યાઓ અંગે ફરિયાદ કરવાના બદલે તે તેના ઉપાય શોધે છે. પોતાના કાર્યો પ્રત્યે હંમેશા સમર્પિત રહેશે. વિકટ પરિસ્થિતિમાં ખાસ લોકોને સાથે રાખીને સમસ્યાને ઉકેલવાનો સતત પ્રયત્ન કરતો રહે છે.

અડગ રહે છે

સજ્જન માણસ હંમેશા અડગ અને નિશ્ચિંત રહે છે. ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે. તે પોતાના લક્ષ્યને પહોંચી વળવા માટે શરીર તથા મનને સ્થિર રાખે છે. તો પોતાના બાળકો, સગાં અને સંબંધીઓનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. જ્યારે કોઇ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે તે પોતાનાપરિવારને સાથે લઇને ચાલવાની તાકાત ધરાવે છે. તેને ખ્યાલ છે કે તેનો પરિવાર જ તેનો વિશ્વાસ છે.

To impress girlfriends, the date must be the special qualities

પરિવારને આપે છે ખૂબ મહત્વ

એક સજ્જન પુરૂષ પોતાના પરિવારને ખૂબ મહત્વ આપે છે. તે પોતાના પરિવારને મજબૂત બનાવે છે અને પૂર્વજો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ અને પરંપરાઓને નિભાવે છે. આ સાથે તે પોતાના સંબંધીઓને પણ સારી રીતે સાચવે છે. પોતાના બહારના કામ ઝડપથી આટોપીને ઘરના લોકો સાથે સમય વીતાવવા પહોંચી જાય છે.બાળકોની સાથે ક્વોલિટી સમય પસાર કરવાનું તેમનું ધ્યેય રહે છે.

To impress girlfriends, the date must be the special qualities

ગપ્પા-ગોસિપમાં નથી વ્યય કરતો સમય

સજ્જન પુરૂષ હંમેશા ચૂપ રહે છે, તે ક્યારેય એવી ચીજો તથા વ્યક્તિઓ અંગે વાત નથી કરતો જે અંગે તેને કોઇ જ્ઞાનના હોય. તે ક્યારેય બીજાં લોકોની ખોદણી પણ નથી કરતો. આવી કુટેવોથી તે હંમેશા દૂર રહે છે. પોતે પોતાના કામથી મતલબ રાખીને જ અન્ય સાથેના સંબંધોને વિકસાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,758 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>