દરેક ખોટા કામની ખોફનાક સજા, આ 36 પ્રકારના નરક

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખેલી અનેક કથાઓમાં સ્વર્ગ અને નરક વિશે બતાવવામાં આવ્યું છે. પુરાણો પ્રમાણે સ્વર્ગ એ સ્થાન હોય છે જ્યાં દેવતાઓ રહેતા હોય છે સારા કર્મ કરનાર માણસની આત્માને ત્યાં સ્થાન મળે છે. તેનાથી વિપરિત ખરાબ કામ કરનાર લોકોને નરકમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને સજા આપવા માટે ગરમ તેલમાં તળવામાં આવે છે. અને અંગારાઓ ઉપર સૂવડાવવામાં આવે છે.

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં 36 પ્રકારના મુખ્ય નરકનું વર્ણન કર્યું છે. અલગ-અલગ કર્મ માટે આ નરકમાં સજા નક્કી કરવામાં આવેલી છે. ગરુડ પુરાણ, અગ્નિપુરાણ, કઠોપનિષદ જેવા પ્રામાણિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એ નરક વિશે સંક્ષિપ્તમાં-

1. મહાવીચી
2. કુંભીપાક
3. રૌરવ
4.મંજૂષ
5. અપ્રતિષ્ઠ
6. વિલેપક
7. મહાપ્રભ
8. જયંતી
9. શાલ્મલિ
10. મહારૌરવ
11. તામિસ્ર
12. મહાતામિસ્ર
13. અસિપત્રવન
14. કરમ્ભ બાલુકા
15. કાકોલ
16. કુડ્મલ
17. મહાભીમ
18. મહાવટ
19. તિલપાક
20. તૈલપાક
21. વજ્રકપાટ
22. નિરુચ્છવાસ
23. અંગારોપચ્ય
24. મહાપાયી
25. મહાજ્વાલ
26. ક્રકચ
27. ગુડપાક
28. ક્ષુરધાર
29. અંમ્બરીષ
30. વજ્રકુઠાર
31. પરિતાપ
32. કાલ સૂત્ર
33. કશ્મલ
34. ઉગ્રગંધ
35. દુર્ધર
36. વજ્રમહાપીડ

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

1-મહાવિચીઃ- આ નરક પૂરી રીતે રક્ત અર્થાત્ લોહીથી ભરેલું હોય છે અને તેમાં લોખંડના મોટા-મોટા કાંટા હોય છે. જે લોકો ગાયની હત્યા કરે છે, તેમને આ નરકમાં યાતનાઓ ભોગવવી પડે છે.

2-કુંભીપાકઃ- આ નરકની જમીન ગરમ બાલૂ અને અંગારોથી ભરેલ હોય છે. જે લોકો કોઈની જમીન હડપી લે છે કે બ્રાહ્મણની હત્યા કરે છે. તેમને આ નરકમાં જવું પડે છે.

3-રૌરવઃ- અહીં લોખંડના બળતા તીર હોય છે. જે લોકો જૂઠી ગવાહી આપે છે તેમને આ તીરો સાથે બાંધવી પડે છે.

4-મંજૂષઃ- અહીં બળતી લોખંડ જેવી ધરતીવાળું નરક હોય છે. અહીં તેમને સજા મળે છે, જે બીજાના નિરપરાધ બંદી બનાવે છે કે કેદમાં રાખે છે.

5-અપ્રતિષ્ઠ- અહીં પીબ, મૂત્ર અને ઉલટીથી ભરેલ નકર હોય છે. અહીં તે લોકો યાતનાઓ ભોગવે છે, જે બ્રાહ્મણોને પીડા આપે છે અને સતાવે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

6-વિલેપકઃ- અહીં લાખની આગથી બળતું નરક છે. અહી એ બ્રાહ્મણોને બાળવામાં આવે છે, જે દારું પીવે છે.

7-મહાપ્રભુઃ- આ નરકમાં એક ખૂબ જ મોટું લોખંડનું તીક્ષ્ણ તીર છે. જે લોકો પતિ-પત્નીમાં ફૂટ પડાવે છે, પતિ-પત્નીના સંબંધો તોડાવે છે તે આ તીરમાં પીરોવવામાં આવે છે.

8-જયંતીઃ- અહીં જીવાત્માઓને લોંખંડની ચટ્ટાનની વચ્ચે દબાવીને સજા આપવામાં આવે છે. જે લોકો બીજાની બીજાની સ્ત્રીઓની સાથે સંભોગ કરે છે તેમને અહીં લાવવામાં આવે છે.

9-શાલ્મલિઃ-અહીં બળતા કાંટાથી ભરેલ નરક છે. જે સ્ત્રીઓ અનેક પુરુષોનો સંભોગ કરે છે અને જે વ્યક્તિ હંમેશા જૂઠું અને કડવું બોલે છે, બીજાના ધન અને સ્ત્રી ઉપર નજર રાખે છે. પુત્રવધુ, પુત્રી, બહેન વગેરે સાથે શારીરિક સંબંધ બાંધે છે અને વૃદ્ધની હત્યા કરે છે, એવા લોકોને અહીં લાવવામાં આવે છે.

10- મહાભૈરવઃ- આ નરકમાં ચારેય તરફથી આગ ફેલાયેલી હોય છે. જાણે કોઈ ભઠ્ઠી હોય. જે લોકો બીજાના ઘર, ખેતર, ખલિયાન અને ગોદામમાં આગ લગાવે છે, તેમને અહીં બાળવામાં છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

11-તામિસ્રઃ- આ નરકમાં લોખંડની પટ્ટીઓ અને મુગ્દરોથી પીટાઈ કરવામાં આવે છે. અહીં ચોરોને યાતનાઓ આપવામાં આવે છે.

12-મહાતામિસ્રઃ- આ નરકમાં (જૌકે-જળુ) થી ભરેલું હોય છે જે માણસનું લોહી ચૂસે છે. માતા, પિતા અને મિત્રની હત્યા કરનારાને આ નરકમાં જવું પડે છે.

13-અસિપત્રવનઃ- આ નરક એક જંગલ જેવું હોય છે, જેના ઝાડ ઉપર પાનની જગ્યાએ તીક્ષ્ણ તલવારો અને ખડગ હોય છે. મિત્રો સાથે દગો કરનારને આ નરકમાં નાખવામાં આવે છે.

14-કરમ્ભક બાલુકાઃ- આ નરક એક કુવા જેવું હોય છે. જેમાં ગરમ રત અને અંગારા ભરેલા હોય છે. જે લોકો બીજા જીવોને બાળે છે, તેમને આ કૂવામાં નાખવામાં આવે છે.

14-કાકોલઃ- આ પીબ અને કીડાથી ભરેલું હોય છે. જે લોકો છુપાઈ-છુપાઈને એકલા મીઠાઈ ખાય છે, બીજાને આપતા નથી, તેઓ આ નરકમાં લાવવામાં આવે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

16-કુડ્મલઃ- તે મૂત્ર, પીબ અને વિષ્ઠા(ઉલ્ટીથી) ભરેલું હોય છે. જે લોકો દૈનિક જીવનમાં પંચયજ્ઞો(બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ)નું અનુષ્ઠાન નથી કરતા તેઓ આ નરકમાં જાય છે.

17-મહાભીમઃ- આ નરક ગંદા માસ અને લોહીંથી ભરેલું હોય છે. જે લોકો એવી વસ્તુઓ ખાય છે, જેનો શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, તે લોકો આ નરકમાં નાખવામાં આવે છે.

18-મહાવટઃ- આ નકરમાં મદડા અને કીડાથી ભરેલા હોય છે, જે લોકો પોતાની છોકરીઓ વેચે છે, તેમને અહીં લાવવામાં આવે છે.

19-તિલપાલઃ- આ બીજાને સતાવવા, પીડા આપનાર લોકોને તલની જેમ પિસવામાં આવે છે. જે રીતે તલનું તેલ કાઢવામાં આવે છે એ જ રીતે.

20-તૈલપાકઃ- આ નરકમાં ઉકળતું તેલ હોય છે. જે લોકો મિત્રો અને શણાગતોની હત્યા કરે છે, તેઓ આ તેલમાં બળી જાય છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

21-વ્રજકપાટઃ- અહીં વજ્રોની આખી શ્રૃંખલા બનેલી હોય છે. જે લોકો દૂધ વેચવાનો ધંધો કરે છે, તેઓ અહીં પ્રતાડીત કરવામાં આવે છે.

22-નિરુચ્છવાસઃ- આ નકરમાં અંધારું હોય છે. અહીં વાયુ નથી હોતો. જે લોકો આપવામાં આવેલ દાનમાં વિઘ્ન નાખે છે અહીં ફેંકવામાં આવે છે.

23-અંગારોપચ્યઃ- આ નરક અંગારાઓથી ભરેલું હોય છે. જે લોકો દાન આપવાનો વાયદો કરીને દાન આપવામાં ફરી જાય છે. તેમને અહીં બાળવામાં આવે છે.

24-મહાપાયીઃ-આ નરક દરેક પ્રકારની ગંદકીથી ભરેલું હોય છે. હંમેશા અસત્ય બોલનારને અહીં ઊંધા માથે નાખવામાં આવે છે.

25-મહાજ્વાલ:- આ નરકમાં ચારેય તરફ આગ હોય છે. જે લોકો હંમેશા પાપમાં લાગેલા રહે છે તેઓ તેમાં નાખવામાં આવે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

26-ગુડપાકઃ- અહીં ચારેય તરફ ગરમ ગોળના કુંડ હોય છે. જે લોકો સમાજમાં વર્ણ સંકરતા ફેલાવે છે, તેઓ આ કુંડમાં પકાવવામાં આવે છે.

27-ક્રકચઃ- આ નકરમાં તીક્ષ્ણ આરા લાગેલા હોય છે. જે લોકો એવી મહિલાઓ સાથે સંભોગ કરે છે, જેની માટે શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, તે લોકો આ આરાઓમાં ચીરવામાં આવે છે.

28- ક્ષુરધારઃ- આ નરક તીક્ષ્ણ અસ્તરાઓ(ઉસ્તરો)થી ભરેલું હોય છે. બ્રાહ્મણોની જમીન હડપનારને અહીં કાપવામાં આવે છે.

29-અંબરીશઃ- અહીં પ્રલય અગ્નિની સમાન આગ બળતી હોય છે. જે લોકો સોનાની ચોરી કરે છે, તેઓ આ આગમાં બાળવામાં આવે છે.

30-વજ્રકુઠારઃ- આ નરક વજ્રોથી ભરેલું હોય છે. જે લોકો ઝાડ કાપે છે તેઓ અહીં લાંબા સમય સુધી મારવામાં આવે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

31-પરિતાપઃ- આ નકર પણ આગથી બળતું હોય છે. જે લોકો બીજાને ઝેર આપે છે કે મધની ચોરી કરે છે, તેઓને અહીં બાળવામાં આવે છે.

32-કાળસૂત્રઃ- આ વજ્રની સમાન સૂતથી બનેલું હોય છે. જે લોકો બીજાની ખેતીને નષ્ટ કરે છે. તેઓ અહીં સજા મેળવે છે.

33-કશ્મલઃ- આ નરક નાક અને મુખની ગંદકીથી ભરેલું હોય છે. જે લોકો માંસાહારમાં વધુ રસ ધરાવે છે, તેઓ અહીં નાખવામાં આવે છે.

34-દુર્ધરઃ- આ નકર જળુ અને વીંછીઓથી ભરેલું હોય છે. સૂદખોર અને વ્યાજનો ધંધો કરનારને આ નકરમાં મોકલવામાં આવે છે.

35-ઉગ્રગંધઃ- તે લાળ, મૂત્ર, ઉલ્ટી અને અન્ય ગંદકીઓથી ભરેલું નરક હોય છે. જે લોકો પિતૃઓનું પિંડદાન નથી કરતા તેઓને અહીં લાવવામાં આવે છે.

36-વજ્રમહાપીંડઃ- અહીં લોખંડના મોટા વજ્રથી મારવામાં આવે છે. જે લોકો સોનાની ચોરી કરે છે, કોઈ પ્રાણીની હત્યા કરીનેને તેને ખાય છે, બીજાનું આસન, પથારી, વસ્ત્રો ચોરે છે, જે બીજાના ફળ ચોરે છે, ધર્મમાં નથી માનતા તે બધા લોકો અહીં લાવવામાં આવે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

કોણ-કોણ જાય છે નરકમાં-

1-જે કૂવા, તળાવ, પરબ અને રસ્તાને નુકસાન પહોંચાડે છે, એવા દુષ્ટ નરકમાં જાય છે.

2-આત્મહત્ય, સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, બ્રહ્મહત્યા, ગૌ હત્યા કરનાર, જૂઠી ગવાહી આપનાર, કન્યાને વેચનાર, જૂઠું બોલનાર લોકો નરકમાં જાય છે.
3-જે લોકો ભગવાન શિવ અને શિવનું ચિંતન નથી કરતા, તેમને નરકમાં જવું પડે છે.

4-ઋષિઓ, સતીઓ અને વેદોની નિંદા કરનાર લોકો સદૈવ નરકમાં જ જાય છે.

5- ભૂખ, તરસથી થાકીને ભૂખારી કોઈના ઘરે ગયો હોય અને ત્યાંથી અપમાનિત થઈને પાછું ફરવું પડ્યું હોય તો એવા યાચલ(માંગનાર)નું અપમાન કરનારને નરકમાં જવું પડે છે.

Eagle puranah work every wrong  dangerous  are 36 kinds of punishment in hell!

6-જે દારુ, માંસ, ગીત, જુગાર વગેરે વ્યસનોમાં જ આખો દિવસ-રાત પસાર કરે છે, એવા લોકોને નરકમાં જવું પડે છે.

7-જે પોતાની પત્ની, બાળકો, નોકરી અને મહેમાનોને ખવડાવ્યા વગર જ ખાય છે અને પિતૃઓ અને દેવતાઓની પૂજા છોડી દે છે, એવા લોકો નરકમાં જાય છે.

8-બીજાનું ધન હડપનાર, બીજાના ગુણોમાં દોષ જોનાર તથા બીજાની ઈર્ષા કરનાર લોકો નરકમાં જાય છે.

9-જે અનાથ, ગરીબ, રોગી, વૃદ્ધ અને દયનીય લોકોની દયા નથી કરતો, તે નરકમાં જાય છે.

10-બ્રાહ્મણ થઈને દારુ અને માંસનું સેવન કરનાર, બ્રાહ્મણની જીવિકાને નષ્ટ કરનાર અને બીજાની સંપત્તિનું હરણ કરનાર, આ બધા નરકમાં જ જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,794 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>