ગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા

This-Is-What-Will-Happen-If-You-Regularly-Drink-Warm-Boiled-Water-RECIPE

કહેવાય છે ને કે ‘જળ એ જીવન’ છે આ કહેવત તો સાંભળી જ હશે. પાણી વગર માનવીનું અસ્તિત્વ જ નથી. પાણીથી આપની તરસ છીપે છે. લોકો ભૂખ વગર રહી શકે છે પણ પાણી વગર નહિ. માનવીનું 70 % શરીર પાણીથી બનેલ છે. જો તમારે ફીટ રહેવું હોય તો પણ હુંફાળું ગરમ પાણી પીવું જરૂરી છે. ચાલો જાણીએ આના અનેકવિધ ફાયદાઓ વિષે….

* દરેક વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે એક દિવસમાં ઓછામાં ઓછુ 2 થી 3 લીટર પાણી પીવું જ જોઈએ. પરંતુ, ઠંડા પાણી કરતા ગરમ પાણીના ફાયદાઓ વધારે છે.

* ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દુર થાય છે. સાથે જ પેટ સબંધી સમસ્યા જેમકે કબજિયાત, પેટમાં સતત દુઃખાવો વગેરે સમસ્યા દુર થાય છે.

* જો તમે ગરમ પાણી પીવો તો કસરત વગર પણ ફીટ રહી શકો છો. રોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થાય છે. હોટ વોટર શરીરમાં રહેલ ચરબી (વસા) ને દુર કરે છે.

* આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી પણ વજન ઉતરે અને શરીર જરૂરી અન્ય ફાયદાઓ થાય છે. લીંબુ અને મધ યુક્ત ગરમ પાણીના સેવનથી શરીરમાં મેટાબોલિઝમ ઠીક રહે છે. આનાથી શરીરનું શુગરનું લેવલ જળવાઈ રહે છે.

lemon-water

* શિયાળામાં ઠંડીને કારણે લોકોને ગળામાં દુઃખાવાની, શરદી અને ઉધરસની સમસ્યા રહે છે. આનાથી બચવા પાણી તમે ગરમ પાણી પી શકો છો. હોટ વોટર પોવાથી શરીરનું તાપમાન વધે છે. જેનાથી પરસેવો થાય છે અને પરસેવો રૂપે શરીરમાં રહેલા ખરાબ અને વિષેલા બેક્ટેરિયા બહાર નકળી જાય છે.

* આ તમને ફેસ પર થતા ખીલથી પણ બચાવે છે. જયારે વાતવરણ બરાબર ન હોય અને તમને તાવ જેવું લાગે કે શરીર સુસ્ત પડી જાય ત્યારે ગરમ પાણી પીવું. આ ઉપરાંત તમારી તબિયત સારી ન હોય એટલે કે ઉલટી અને ઝાડા થાય ત્યારે ગરમ પાણીનું જ સેવન કરવું. ઉલટી અને ઝાડાને મટાડવાનો આ સૌથી બેસ્ટ વિકલ્પ છે.

* રોજ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી માથાના સેલ્સ માટે સારું છે. આ ટોનિકની જેમ કામ કરે છે. આ શરીરમાં શક્તિ એટલે કે એનર્જીનું સંચાર કરે છે. ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી નહિ રહે.

* ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

cup-of-hot-water-a-day-for-good-health

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


19,272 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>