ગરમ-ગરમ દૂધ પીવાથી શરીરને થતા ફાયદાઓ

benefits of warm milk

આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી સ્વાસ્થ્ય સુધારે છે, પરંતુ ગરમ દૂધ પીવાથી આપણને શું ફાયદો થાય છે, એ કોઈને નથી ખબર. આજે અમે તમને જણાવશું કે ગરમ દૂધને તમારા અલ્પાહારમાં શામેલ કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.

નોંધ

દૂધમાં મીઠાશ માટે ખાંડ ન નાખો, મીઠું દૂધ કફકારક હોય છે. તેમાં ખાંડ નાખીને પીવાથી કેલ્સિયમ નષ્ટ થાય છે. જો તમારે મીઠા દૂધની જરૂર હોય તો મધ, કિસમિસ અથવા સાકર નાખવી.

પ્રોટીન નો ઉત્કૃષ્ટ સ્રોત

benefits of warm milk

ગરમ દૂધએ પ્રોટીન અને વિતામિનનો પ્રાકૃતિક સ્ત્રોત છે. એથી તમારે રોજીંદા જીવનમાં શામેલ કરવું જોઈએ. જો તમારે મજબૂત માંસપેશીઓ જોઈએ તો રોજ બ્રેકફાસ્ટમાં દૂધ પીવું જરૂરી છે.

કેલ્શિયમની ઉણપ દુર કરો

benefits of warm milk

જો તમારા દાંત સંવેદનશીલ હોય તો ગરમ દૂધથી તમને જરૂર ફાયદો થશે. ગરમ દૂધમાં કેલ્શિયમ, આયોડીન અને ફોસ્ફરસ જોવા મળે છે, જે દાંત અને પેઢાંમાં મજબૂતી પેદા કરે છે. ભોજન કરતી વખતે ગરમ દૂધ પીવાથી દાંતમાં કોટિંગનું કામ કરે છે.

તણાવમાં ઘટાડો કરે

benefits of warm milk

જયારે તમને એવું લાગે કે તમે ખુબ તણાવમાં છો ત્યારે, તરત જ ગરમ દૂધ પીવું. આનાથી તમને આરામ મળશે. ગરમ દૂધ માંસપેશીઓ અને મજ્જાતંતુઓને તણાવ થી દુર રાખે છે.

એનર્જી વિસ્તૃત કરવા ઉપયોગી

benefits of warm milk

થાક લાગે ત્યારે ગરમ દૂધ પીવાથી શરીરમાં ઉર્જા પછી આવે છે. ગરમ દૂધ સ્કુલ જતા બાળકોએ જરૂર પીવું જોઈએ, જેથી તેના દિવસની શરુઆત સારી જાય.

પૂરક આહારના રૂપમાં કામ કરે

benefits of warm milk

એવા લોકો જે કેન્સરથી પીડાતા હોય, કે જેના દાંત કમજોર હોય અને ખાવાનું યોગ્ય રીતે ચાવી ન શકતા હોય, તેમને ગરમ દૂધ પીવાથી ફાયદો થાય છે. દૂધ એક એવો આહાર છે જે શરીરમાં બધા આહારની કમીને દુર કરે છે.

સારી ઉંઘ આપે

benefits of warm milk

ઘણા લોકોને દિવસ દરમિયાન થાકને કારણે રાત્રે ઉંધ ન આવે. એવામાં સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી રાહત મળે છે. દૂધ માંથી એમિનો એસિડ મળે છે, જે મગજ શાંત કરે છે અને ઉંધ લાવવામાં મદદરૂપ થાય છે.

ગળામાં થતી પીડાથી રાહત આપે

benefits of warm milk

જો ગળામાં દુ:ખાવો હોય કે ઠંડી લાગી ગઈ હોય તો દૂધ એકમાત્ર દવા તરીકે કામ કરે છે. આ ગળામાં સંક્રમણ (ચેપ) પેદા કરનાર બેક્ટેરિયાને મારે છે, અને દુ:ખાવામાં રાહત આપે છે.

શરીરમાં પાણીની કમી દુર કરે

benefits of warm milk

ગરમ દૂધ શરીરને સંપુર્ણ રીતે રિચાર્જ કરે છે. જો તમે જીમથી સીધા એક્સરસાઇઝ કરીને આવતા હોય તો ગરમ દૂધ જરૂર પીવો. આનાથી શરીરમાં રહેલ ઈલેક્ટ્રોલાઈટ ની કમી દુર થાય છે અને શરીર હાઈડ્રેટ થાય છે.

કબજિયાતથી રાહત

benefits of warm milk

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જ જોઈએ. જો તમને કબજિયાતની બીમારી હોય તો દૂધથી દુર થાય છે.

Comments

comments


16,436 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 6