ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધા જ કામ મંગળ થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો ઉપવાસ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગણેશજીને બધા વિઘ્નો હરનારા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. આ ભગવાનને દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. હિંદુ ઘર્મના પ્રમુખ દેવી-દેવતાઓમાં ગણેશજી નું ખાસ મહત્વ છે.
ગણપતિને ભૌતિક, દેહિક અને આધ્યાત્મિક માન્યતાની સિદ્ધિઓ માટે સૌથી પહેલા પૂજવામાં આવે છે. ગણપતિ પોતાના ભક્તોની બાધા, સંકટો, રોગ-દ્રોહ અને દરિદ્રતા દુર કરે છે. ગણપતિને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે મોદક. ગણપતિને મોદકનો ભોગ ચઢાવવો. ગણપતિ અર્થવશીર્ષમાં લખવામાં આવ્યું છે કે જે ભક્ત ગણેશજીને મોદક અર્પણ કરશે તેનું મંગળ થશે. મોદકનો ભોગ લગાવવાથી તમારી બધી મનોકામના પૂરી થશે. મોદકને અમૃત મિશ્રિત માનવામાં આવે છે.
ગણપતિને ઘરે લાવવાનો તહેવાર ૧૦ દિવસનો હોય છે. આ દિવસોમાં તમે ગણેશ મંદિરે જઈ શકો છો. ની:શુક્લ લોકોને ભાવથી દાન કરો. કારણકે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી ગણેશજી પ્રસન્ન થશે.
જો છોકરાના લગ્નમાં પરેશાનીઓ આવતી હોય તો ભગવાન ગણપતિને પીળા રંગની મીઠાઈનો ભોગ ચઢાવવો. આનાથી તેમનો વિવાહ યોગ બની શકે છે.
ચતુર્થીના દિવસે દૂર્વાના ગણેશ બનાવીને તેમની પૂજા કરવી. શ્રીગણેશની પ્રસન્નતાના મોદક, ગોળ, ફળ, માવા-મિષ્ઠાન વગેરે અર્પણ કરવા. આવું કરવાથી ભગવાન ગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. ગણેશજીને દૂર્વા એટલે પ્રિય છે કારણ કે દૂર્વામાં અમૃત હોય છે.
ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે પવિત્ર એવા આખા ચોખા (અક્ષત) પર અર્પિત કરી શકો છો.
પંચામૃતમાં ઘી હોય છે. ઘી ને પુષ્ટિવર્ધક અને રોગનાશક કહેવામાં આવે છે. ભગવાન ગણેશને ઘી પણ વધારે પ્રિય છે. ગણપતિ અર્થવશીર્ષમાં ઘી થી ગણેશની પૂજા કરવાનું માહાત્વ જણાવવામાં આવ્યું છે.
જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય તો તમારે ચતુર્થીના દિવસે હાથીને લીલું ધાસ ખવડાવું અને ગણેશ મંદિર જઇને ભગવાન શ્રીગણેશથી પરેશાનિઓનું નિદાન કરવા માટેની પ્રાર્થના કરવી. આનાથી તમારા જીવનની પરેશાનીઓ થોડા જ દિવસોમાં દૂર થઇ શકે છે.
પૂજા કરતા પહેલા પગ ઘોઈ લેવા અને પગ ધોતા ‘ઓમ ગણપતેય નમ: પાદયો: પદ્યમ સમર્પયામિ’ મંત્રનો જાપ કરવો. આના પછી ભગવાન ગણેશને પુષ્પ ચઢાવવા આ જ મંત્ર બોલવો. છેલ્લે નેવેધ્ય અર્પણ કરવું.