ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય લાલબાગના બાદશાહ વિષે જાણવા જેવું….

pn01lalabaugcha-raja04

ભારતીય હિંદુ સંસ્કૃતી માં દરેક મંગલમયકાર્ય ના પ્રારંભમાં વિઘ્નહર્તા એવા ગણપતીદાદા ના પૂજનથી જ “શ્રી ગણેશ” થાય છે. નાના નાના બાળકો, યંગ સ્ટાર્સ કે પછી વૃધ્ધો,  બધા જ ગણપતી ની સ્થાપના કરવા માટે આનંદ ઉલ્લાસ સાથે જોડાઈ જાય છે. ગણેશ ચતુર્થી થી લઈને આનંદ ચૌદશ સુધી આ ૧૦ દિવસ સમગ્ર વાતાવરણ એક ગણેશ ઉત્સવમાં  ફેરવાઈ જાય છે. દેશભરમાં લોકો અવનવી રીતે ગણેશજીની સ્થાપના કરે છે.

મુંબઈના પરેલ સ્થિત આવેલા આ લાલબાગ ના બાદશાહ ના દર્શન કરવા માટે અસંખ્ય લોકોની ભીડ જોવા મળે છે. વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા દેશભરમાં અસંખ્ય ગણેશ  મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. તેમાં પણ મુંબઈ ના “લાલબાગ ના બાદશાહ” ના નામથી લોકપ્રિય ગણપતીનું આકર્ષણ સૌથી અનોખું છે. લાલબાગ ના બાદશાહ “નવસાચા  ગણપતી” ના સ્વરૂપથી પણ પ્રસિદ્ધ છે.

નવસાચા એટલે દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળા. તેથી જ લાલબાગના બાદશાહ ના દર્શન કરતા જ શ્રધ્ધાળુઓની મનોકામના પૂર્ણ થઇ જાય છે. તેના દર્શન તેમજ આશીર્વાદ મેળવવા માટે શ્રધ્ધાળુઓ ૨૦ થી ૨૫ કલાક સુધી ૫ કી.મી. લાંબી કતારોમાં ઉભા રહે છે.

લાલબાગના સાર્વજનિક ગણેશમંડળ ની સ્થાપના ઈ.સ. ૧૯૩૪ માં થઇ હતી. ૨૦૧૬ માં આ લાલબાગના બાદશાહના ૮૨ વર્ષ પૂર્ણ થશે. તેની પ્રસિધ્ધિ એ બાબત પરથી આંકવામાં આવે છે કે અહી ભક્તો દ્વારા ચઢાવો 20 થી ૨૫ કરોડ રૂપિયાથી પણ વધુ અર્પિત કરાય છે.

Lalbaugcha-Raja

ભક્તો એ અત્યાર સુધી ૨૦ કરોડ રૂપિયા (સોનું અને કેશ) દાન એકત્ર કરવાનો રેકોર્ડ કર્યો છે. આ વર્ષે ગણેશજી ની ૫૦ મી વર્ષગાંઠ છે. એ વાતને ધ્યાનમાં રાખીને ગણેશજીના મંદિરની ઉંચાઈ ૭ માળ ની રાખવામાં આવી છે. મુંબઈ માં ગણપતીની મૂર્તિ અલગ રીતે સજાવવાની પણ હોડ હોય છે. લાલબાગના બાદશાહના ૫૦ વર્ષ માટે દુનિયાનો સૌથી મોટો લાડુ પણ બનાવવામાં આવશે. જેની દેખરેખ કુકિંગના માસ્ટર શેફ સંજીવ કપૂર કરશે.

૧૧ ફૂટ ઉંચી ગણેશ પ્રતિમામાં ૬૮ કિલો સોનું તેમજ ૩૦૦ કિલો થી પણ વધુ ચાંદી જડવામાં આવ્યું છે. ભક્તોની સુરક્ષા તેમજ આભૂષણો ની સુરક્ષા માટે કોઈ પ્રાકૃતિક વિપતી ન આવે એટલે કરોડોનો વીમો કરવામાં આવ્યો છે, જે ગત વર્ષ કરતા પણ વધારે છે.

ગણેશ ચતુર્થી ના દિવસે લાલબાગના બાદશાહ એટલે કે ગણેશ ભગવાનની પ્રતિષ્ઠા પછી મન્નત માંગવા આવેલા ભક્તગણોમાં બોલીવુડના પ્રસિધ્ધ ફિલ્મી સિતારાઓ પણ શામેલ થાય છે. બોલીવુડ ના ફિલ્મી સિતારાઓ પણ સવારમાં આવીને ગણેશજી ની પૂજા કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે.

લાલબાગ મંડળના યુવકો દાનમાં આવેલી રકમથી ઘણી બધી ચેરીટી (દાન) પણ કરે છે. આ મંડળ ના ઘણા બધા પોતાના દવાખાના તેમજ એમ્બ્યુલન્સ પણ છે જે ગરીબો ના વિના મુલ્યે ઈલાજ કરે છે. પ્રાકૃતિક આપતીઓમાં પણ આર્થિક રીતે સહાયમાં મદદરૂપ થાય છે. લાલબાગના બાદશાહને આ ૧૦ દિવસના સમારોહ બાદ ગીરગાવ ની ચોપાટીમાં ભવ્યતાપૂર્ણ વિસર્જન કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,154 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>