ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

પુરાણોમાં કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ, તેમણે પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો, તે જીવતું થયું, બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કે કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી, હું સ્નાન કરવા બેસું છું – આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં. બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ) માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખૂલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા.

ઘરે આવીને જુએ છે તો એક બાળક પહેરો ભરી રહ્યો છે જે શિવજીને અંદર જવા દેતો નથી.. અટકાવે છે. પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોણ..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું અને પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું. અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્યા? તો શિવજીએ કહ્યું કે દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કર્યો આમ અંદર આવ્યો છું. આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શીશ (મસ્તક) શોધી લાવવા મોકલે છે. સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે. જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કે આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે. ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

મોટું નાક – મોટું નાક દૂર સુધીની સુગંધ – દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ. કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજાઈ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

મોટા કાન – મોટા કાન બહુશ્રુત – ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમ છતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે. તેમના કાન સૂ૫ડા જેવા છે. સૂ૫ડાનો ગુણ છે સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..

ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,149 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>