ગણતંત્રનો દિવસે એટલે પ્રેમ, એકતા અને શાંતિનું પ્રતિક, જાણો આના વિષે….

111

ગણતંત્ર દિવસ ભારતમાં દરવર્ષે ૨૬મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આને અંગ્રેજીમાં ‘રિપબ્લિક ડે’ કહેવામાં આવે છે.

આ ભારતનો એક રાષ્ટ્રીય પર્વ છે. ૨૬મી જાન્યુઆરી ના દિવસે ઉજવણી કરવાનું એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કારણકે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લોકતાંત્રિક સરકાર પ્રણાલીને લાગુ કરવામાં આવી હતી.

બસ ત્યારથી જ ભારત ગણતંત્ર થયો. આની ખુશીને વ્યક્ત કરવા માટે જ આપણે સમગ્ર ભારતમાં આ દિવસને સેલીબ્રેટ કરીએ છીએ. ૧૯૩૦માં આ દિવસે ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે’ ભારતને ‘પૂર્ણ સ્વરાજ ધોષિત’ કર્યો હતો.

Republic_Day

ગણતંત્રના દિવસે દેશની રાજધાની દિલ્લીના રાજપથમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે રાજપથ પર સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતા ની વિરાસત જોવા મળે છે. આ સમયે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોટી યુએઈ (દુબઈ) માં છે. તેથી ત્યાં 149 પ્રેસિડેંશિયલ ગાર્ડ, એરફોર્સ, નેવી, આર્મી અને બેન્ડની ટીમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

આપણા ગણતંત્ર ના મુખ્ય ચીફ ગેસ્ટ અબુધાબીના શહેજાદા’ મોહમ્મદ બિન જાયદ નાહયાન’ બનશે. દુબઈ ની આન, બાન અને શાન ગણાતી દુનિયાની સૌથી ઉંચી ઈમારતમાં એટલે કે ‘બુર્જ ખલીફા’ માં પણ આપણા ભારતને ઝંડો ફરકાવવામાં આવશે, જે ખુબ મોટી વાત છે.

BL12_ECON_DUBAI_2732969f

આજે ભારતનો ૬૮ મો ગણતંત્ર દિવસ છે. આ દિવસે દેશભક્તિ ગીત, દેશભક્તિ કવિતાઓ, મહાપુરુષોના નારાઓ, કથન અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આપણા પૂજ્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે, સાથે જ દેશની ઘણી મોટી મોટી હસ્તીઓ એ પણ.

જાણવા જેવું તરફ થી તમને પણ ‘ગણતંત્ર દિવસ’ ની ખુબ સારી હાર્દિક શુભકામનાઓ.

republicday

Comments

comments


6,020 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 + 4 =