ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરના કજરી નુરપુરમાં રહેતી ૯૨ વર્ષની સુદામા દેવીને ગર્ભાવસ્થા દરમિયાન રેત ખાવાની ટેવ પડી હતી જે હજુ પણ છુટી નથી. સુદામા દેવીએ પ્રથમ વખત રેતી ત્યારે ખાધી જ્યારે તે ૧૦ વર્ષની હતી. તે સમયે તેણે પોતાની બહેનપાણીઓ સાથે રેતી ખાવાની શરત લગાવી હતી. સુદામા દેવી કહે છે કે જ્યારે તે બાળકી હતી ત્યારથી તેને રેતી ખાવી ગમતી હતી.ધીરે-ધીરે તે નિયમિત ખોરાકમાં બદલાઈ ગઈ હતી.
આજે તે દિવસમાં ત્રણથી ચાર કિલો રેતી ખાઈ લે છે. જ્યારે સુદામા ૧૩ વર્ષની થઈ ત્યારે તેના લગ્ન કૃષ્ણ કુમાર સાથે થયા. તેમને દસ બાળકો થયા હતા. તેમાંથી શરૂઆતના પાંચ બાળક જન્મતા મૃત્યુ પામ્યા હતા. જો કે તેમણે ત્રણ પુત્ર અને એક પુત્રી છે. સમગ્ર પરિવાર મજૂરી કરી ગુજરાન કરે છે.
પરિવારના લોકો ખવડાવે છે રેતી
પરિવારમાં કોઈ સુદામા દેવીની જેમ રેતી નથી ખાતું પરંતુ તેમના માટે રેતીની વ્યવસ્થા કરી દે છે. લગ્ન પહેલા પિતા અને ભાઈ તેમના માટે રેતીની વ્યવસ્થા કરતા હતા. પરંતુ લગ્ન પછી આ કામ તેમના પતિ કરતા હતા. એટલુજ નહિ પહેલા તે ગંગા નદીના કિનારેથી રેતી ભરીને લાવતા હતા પરંતુ પછી ગામના લોકો પણ તેમના માટે ભેટમાં રેતી લાવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર