ગજબ! ૧૧૨ વર્ષની ઉમરમાં પણ આ મહિલા પીવે છે દરરોજ ૩૦ સિગારેટ

chain-smoker3_2659087a

સિગારેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ બધા લોકો જાણે છે. સિગારેટના પેકેટ માં પણ લખ્યું હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે જીવલેણ છે. શું તમે જાણો છો નેપાળની એક વૃદ્ધ મહિલા પાછલા 95 વર્ષથી દરરોજ ૩૦ સિગારેટ પીતી આવી છતા તેની હાલત ખરાબ નથી થઇ. હવે તમે વિચારતા હશો કે આવું હોતું હશે ખરા! પણ આ સત્ય છે. આ મહિલાનો શોખ પણ ગજબ નો છે.

આ વૃદ્ધ મહિલાનું નામ ‘બતુલી લામીછાને’ છે અને તે રોજની ૩૦ સિગારેટનું સેવન કરે છે. આ વૃદ્ધ મહિલા જયારે ૧૭ વર્ષની હતી ત્યારથી જ સિગારેટ પીવે છે. તે જણાવે છે કે તેની મોટી ઉમરનું કારણ પણ આ સિગારેટ જ છે.

chain-smoker2_2659086a

બતુલી જણાવે છે કે સિગારેટના ધુમાડામાં રહેલ નિકોટીન ને ધટાડવા માટે પોતાની એક ટેકનીક છે. તે કહે છે કે ‘મને નથી લાગતું કે સિગારેટ નું સેવન કરવું એ ખરાબ છે, મેં મારી જીંદગીમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે પણ, સિગારેટ ના કારણે એક પણ નહિ.’ બતુલી સિગારેટ ને જેમ સામાન્ય લોકો પીતા હોય તેમ નથી પીતી પણ આખી હથેળીમાં રાખીને પીવે છે.

બતુલી બજારમાં મળતી સિગારેટ પીવામાં વિશ્વાસ નથી કરતી એટલા માટે તે પોતાના માટે જાતે જ સિગારેટ બનાવે છે. તે કહે છે કે બજારમાં મળતી સિગારેટનો શોખ રાખવો એ ખોટું છે. તે બજારમાં મળતી સિગારેટની જગ્યાએ બીડીના પાંદડાથી બનાવેલ સિગારેટ પીવાની સલાહ આપે છે. આટલી મોટી ઉમર હોવા છતા બતુલી બધા કામો જાતે જ કરે છે. ગત વર્ષે આવેલ ભૂકંપને કારણે તેનું ઘર બરબાદ થઇ ગયું હતું પરંતુ, તે તેના સંબધીઓ સાથે રહેવાની જગ્યાએ મંદિરમાં રહે છે.

અમે સિગારેટ પીવાની સલાહ નથી આપતા અને બતુલી પણ આને જીવન જીવવાનું માધ્યમ નથી માનતી. તે જણાવે છે કે મારે જીવન જીવવાનું કોઈ સિક્રેટ નથી પણ જીંદગીને આંનદ થી જીવવી જોઈએ. તેના હિસાબે તેની મોટી ઉમરનું કારણ સિગારેટ નથી.

 

Comments

comments


14,837 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 5