ગજબ! રમકડાથી નહિ પણ જીવતા જાનવરો સાથે રમે છે આ બાળકો

snake71

સામાન્ય રીતે બાળકો ને સાપ, ગરોળી જેવા પ્રાણીઓથી ડરે લાગતો હોય છે, પરંતુ અમુક બાળકો એવા હોય છે જેમણે ખતરનાક જાનવરો સાથે રમતા જરા પણ ડર નથી લાગતો. કોઈ પિતા પોતાના બાળકોને રમવા માટે ટોય આપતા હોય છે પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ પિતા ટોયને બદલે બાળકોને રમવા અજગર, સાંપ આપે!

શું અજબ ગજબ દુનિયા છે. લોકો અજગરના નામથી ડરતા હોય છે. આજ કાલના બાળકો ને રમકડા રમવા માટે જીદ કરતા હોય છે જયારે આ બાળકો અજગર સાથે ડર્યા વગર નીડર થઈને રમે છે. જે ઉમરમાં બાળકોને રમકડા સાથે રમવું જોઈએ તે બાળકો જો જંગલી જાનવર સાથે રમવા લાગે તો ખરેખર નવાઈ પમાડે તેવું છે.

શું આ બાળકોમાં કોઈ એવી શક્તિઓ છે જે તેમને આવું કરવા દે છે કે પછી તેમને પેઢી દર પેઢી વિરાસત છે જે તેમણે વૃધ્ધો પાસેથી મળેલ છે. કેલિફોર્નિયાના ના એરિક લીબલેંકે પોતાના બાળકોને રમવા માટે રમકડાની જગ્યાએ અજગર રમવા માટે આપી દીધો છે અને એ પણ 19 ફુટનો જીવતો.

6f52e6d1-1c55-4996-9858-61e9bdf8c93f

એરિક લીબલેંકે ના ત્રણ બાળકો આ જીવતા અજગર સાથે ખુશી ખુશીએ રમે છે. ત્રણ વર્ષની ઈરિકા, ચાર વર્ષનો લેરી અને સાત વર્ષની કેટીને આ ખતરનાક જાનવરોથી બિલકુલ ડર નથી લાગતો.

બાળકોને અજગર આપનાર એરિક જણાવે છે કે તેનું માનવું છે કે જો આની યોગ્ય દેખરેખ કરવામાં આવે અને આને સમ્માન આપવામાં આવે તો જાનવરો કદી નુકશાન નથી કરતા. 43 વર્ષીય એરિક જણાવે છે કે આ પાલતું જાનવરો સાથે બાળકોને એકલા મુકતા તેમને મનમાં જરા પણ ડર નથી લાગતો.

જોકે, એ બે વાર અજરે બાળકોને બટકા (નુકશાન) પણ ભર્યા છે. જયારે તેમનો પુત્ર લેરી બે વર્ષનો હતો ત્યારે અજગરે તેને માથામાં બટકું ભર્યું હતું. જયારે એક વાર એરિકના નાકમાં પણ નુકશાન પહોચાડ્યું હતું. આવું થવા છતા પણ બાળકો અને તેમના માતા પિતાને જાનવરો પ્રત્યે પ્રેમ છે, જુઓ આને કહેવાય પ્રેમ.

આ બાળકો ના પિતા એટલે કે એરિકના શોખ પણ કઈક હટકે છે. એરિકને સાંપ પાળવા ખુબ પસંદ છે. તેને સામાન્ય બાળકોની જેમ ઘરમાં કૂતરાઓ અને  બિલાડી પાળવી એ પસંદ નથી. તેઓ જણાવે છે કે સાંપને રોજ ડોકર્ટસ પાસે નથી લઇ જવું પડતું અને તેમને ઘરની બહાર પણ નથી લઇ જવા પડતા. આને પાળવાનો ખર્ચ કૂતરાઓ અને  બિલાડીથી ખુબ ઓછો થાય છે. એરિક ઈચ્છે છે કે તેમના બાળકો જંગલી જાનવરોની વચ્ચે જ મોટા થાય, જેથી તેમની અંદર જરા પણ ભય ન રહે.

ae168755-16f4-42f4-8616-5cbb401929dd

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,854 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 4