ગજબ! ભારતનું એકમાત્ર ગામ જ્યાં દરેક લોકો બોલે છે સંસ્કૃત ભાષા…

_79684406_79684405

સંસ્કૃતને દેવો ની ભાષા કહેવામાં આવે છે. હવે ધીરેધીરે આ ભાષા લુપ્ત થવા લાગી છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે. પણ તમને સંસ્કૃત ભાષા બોલતા લોકો ઓછા જ જોવા મળશે.

કર્નાટક ના રાજ્યમાં એક એવું ગામ છે જેમાં લોકો સંસ્કૃત ભાષા બોલે છે. આ ગામનું નામ મત્તુંર છે, જે શિમોગા જીલ્લામાં આવેલ છે. આ ગામના લોકો રોજબરોજના દરેક કાર્યોમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.

જયારે આપણા સમગ્ર ભારતમાં અમુક લોકોને હિન્દી બોલવામાં પણ પરેશાની થાય છે એવામાં સંસ્કૃત તો બહુ દુરની વાત છે. તુંગ નદીના કિનારે વસેલ આ શહેર પ્રાચીનકાળ થી જ સંસ્કૃત ભાષાની બોલે છે. ખરેખર છે ને અજીબ?

આ ગામમાં ના તો કોઈ રેસ્ટોરન્ટ છે કે ના કોઈ ગેસ્ટ હાઉસ. તો પણ અહીની સંસ્કૃત ભાષા પ્રખ્યાત થઇ ગઈ છે. જે લોકોને સંસ્કૃત બોલતા ન આવડે એમને વીસ દિવસનો કોર્સ શીખવાડવામાં આવે છે, એ પણ મફતમાં. આ ગામના રસ્તાઓ એકદમ સ્વચ્છ છે, જેથી ખબર પડે છે કે અહીના લોકો સારા છે.

Samskrita-Bharathi-middle

ખરેખર, ૧૯૮૧-૮૨ માં અહી કન્નડ ભાષામાં બોલવામાં આવતી. લગભગ ૩૩ વર્ષ પહેલા પેજાવર મઠના સ્વામીએ આ ગામને સંસ્કૃત ભાષી બનાવવાનું આહ્વાન કર્યું. માત્ર ૧૦ દિવસમાં ૨ કલાકના અભ્યાસ થી આખું ગામ સંસ્કૃત બોલવા લાગ્યું. બાદમાં આ ગામમાં ૫૦૦ કરતા વધુ પરિવારો રહેવા આવ્યા અને તેઓ પણ  સંસ્કૃત બોલવા લાગ્યા.

જો તમે એવું સમજતા હોવ કે આ ગામની આર્થિક સ્થિતિ ખરાબ હશે તો તમે ખોટા છો. કેમકે અહી સંસ્કૃત ભાષીય યુવાઓ મોટી-મોટી કંપનીમાં કામ કરે છે. કોઈ સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે તો કોઈ વિશ્વવિદ્યાલય માં સંસ્કૃત ભણાવે છે.

ગણિત અને આયુર્વેદમાં સંસ્કૃતનું અહેમ યોગદાન છે. આ અનોખા ગામમાં બધા લોકો એકદમ ફરાટેદાર સંસ્કૃત બોલે છે, તેથીજ તો વિદેશી પણ સંસ્કૃત શીખવા અહી આવે છે. અગર ગામમાં કોઈ મુસ્લિમ હોય તો તે પણ સંસ્કૃત જ બોલે છે.

05frmathur2_jpg_1417309g

mattur_village__4_1464096

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,597 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>