આ સાંભળવામાં જ કેટલું અજીબ અને વાહિયાત લાગે છે? જોકે અત્યાર સુધી તમે એ તો સાંભળ્યું હશે કે, ‘સંડે હો યા મંડે, રોઝ ખાઓ અંડે’ પરંતુ જો પ્રકારના ઈંડાંઓ હોય તો? આ જાણીને જ ઉલટી થવા લાગે તો ખાવાની તો ખુબ દૂરની વાત છે ખરું ને?
ખરેખર, ચીનના ઝેજીઆંગ પ્રાંતના ડોંગયાંગ માં હજારો વર્ષોથી એક અજીબ ડીશ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. આ ડીશ છે, ‘છોકરાઓના પેશાબથી બનેલ ઉકળેલ ઈંડાંઓ’. તમને આવું સાંભળીને ગંદુ લાગશે, પણ આ સાચું છે. જોકે, દુનિયામાં અજાયબીઓની અને નમૂનાઓની કમી નથી.
આ ડીશને બનાવવી અને ખાવી એ વર્ષો જુનો ઈતિહાસ છે. એક ઈંગ્લીશ અખબાર અનુસાર ઇસ્ટર (ખ્રિસ્તીનો તહેવાર) પહેલા આ ડીશને બનાવવી અને ખવડાવવાની તૈયારી ખુબ ચાલી રહી છે. આ વર્ષે ડોંગયાંગ ના શેફ આખી દુનિયાને પોતાની ડીશ ખાવાનું આમંત્રણ આપે છે. અહીના શેફ જણાવે છે કે તેઓ સ્થાનિક શાળાઓના બાળકોનો પેશાબ એકઠો કરવામાં આવે છે. અહી બાળકો ડોલમાં પેશાબ કરે છે. આ ડોલમાંથી દરરોજ પેશાબ લેવામાં આવે છે.
ચોકાવનારી વાત તો એ છે અહી આ ઈંડાંનું સાંસ્કૃતિક મહત્વ છે. આ હટકે ડીશ બનાવનાર લોકોનું જણાવવું છે કે આ ઈંડાંઓ ખુબજ સારી ક્વાલીટીના છે અને તેનો સ્વાદ થોડો ખાટો છે. ૨૦૦૮માં પેશાબથી ઉકળેલ આ ઈંડાંઓને ‘સાંસ્કૃતિક વિરાસત’ ઘોષિત કરવામાં આવ્યા હતા.
ચીનમાં વસંત ઋતુમાં બાળકોના પેશાબથી ઉકાળેલ ઈંડા ખાવાની પરંપરા છે. ઈંડાને ઉકાળવા માટે પહેલા ઈંડાનું ઉપરનું પડ કાઢવામાં આવે છે. ત્યારબાદ આ ઈંડાને સર્વ કરવામાં આવે છે. અહીના શેફનું માનવું છે કે બાળકોના પેશાબથી બનેલ આ ઈંડાઓ ખુબજ હેલ્ધી છે.