દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એક નાનું ગામ છે કુબર પેડી. આ જગ્યાની ખાસિયતતે છે કે અહી લોકો અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં રહે છે. અહી ઓપેલની ઘણી ખીણો છે. લોકો અહી ઓપેલની ખાલી ખીણોમાં રહે છે. બહારથી જોતા આ ઘર સામાન્ય દેખાય છે પરંતુ તેની અંદર જતા ખબર પડે છે કે તે કોઈ હોટલથી ઓછુ નથી. ઓપેલ એક દૂધિયા રંગનો કિમતી સ્ટોન હોય છે. કૂબર પેડી ‘Opal capital of the world’ કહેવાય છે કારણકે અહી દુનિયાની સૌથી વધ્ય ઓપેલ ખાણ છે.
અહી ખાણકામનું કામ ૧૯૧૫માં શરુ થયું હતું. કુબર પેડી એક રણ વિસ્તાર છે તે કારણે અહી ગરમીઓમાં તાપમાન વધારે હોય છે અને શિયાળામાં બહુ ઓછુ થઈ જાય છે. તેના કારણે અહી રહેતા લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનો એ ઉકેલ નીકાળવામાં આવ્યો છે કે લોકોને ખાણકામ પછી ખાલી બચેલી ખાણમાં શિફ્ટ કરવામાં આવે.
આ અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં ગરમીઓમાં એસીની જરૂરિયાત પડતી નથી અને શિયાળામાં હિટરની જરૂરિયાત પડતી નથી. આજે અહી આવા લગભગ ૧૫૦૦ ઘર છે જેમાં કુબર પેડીની સમગ્ર વસ્તી રહેતી હોય છે. જમીનની નીચે આ ઘર સંપૂર્ણ રીતે ફર્નિશ અને તમામ સુવિધાઓથી સજાવવામાં આવ્યા છે. અહી ઘણા હોલિવુડફિલ્મોની શૂટિંગ થતી રહી છે. પિચ બ્લેકની શૂટિંગ પછી પ્રોડક્શને ફિલ્મની સ્પેસશિપ અહી છોડી દીધું છે. હવે તે પર્યટકોમાટે આકર્ષણ બની