ભોજન દરમિયાન મોઢામાં મરચાનો ટુકડો આવી જાય તો આંખમાંથી પાણી નીકળવા માંડે છે, અને આપણે પાણી-પાણી બુમો પાડવા લાગીએ છીએ. પણ, જરા વિચારો શું કોઈ એવું પણ હોય શકે કે, જે આ તીખા મરચાનો સ્વાદ લઈને ખાય શકે?
ચાઈના માં એક એવા જ વ્યક્તિ છે, જે દિવસ દરમિયાન 2.5 કિલો તીખા મરચાં ખાય છે, અને એ પણ આંખો માંથી પાણી નીકળ્યા વગર. તેમના આ પેશનને કારણે લોકો તેને ‘મરચાના કિંગ’ ના નામથી બોલાવે છે. બોલાવે પણ કેમ નહિ કારણેકે આ આદમી આખા દિવસમાં અઢી કિલો મરચા ખાય જાય છે. આ એમની રોજની આદત છે. લી યોંગજી પોતાના આ મરચા ખાવાના પેશનમાં હવે લોકોની વચ્ચે હીરો બની ગયા છે.
ઘરમાં રોપ્યા છે આઠ પ્રકારના છોડ
લી યોંગજી ને મરચા ખાવાનું એટલું પસંદ છે કે તેમણે પોતાના ઘરની પાછળ આઠ પ્રકારના અલગ અલગ મરચાના ઝાડ રોપ્યા છે. લી યોંગજી ની આ પસંદ યુવાવસ્થામાં ત્યારે આવી જયારે તેમને કહેવામાં આવ્યું કે તે મીટ અને ઈંડા વગર રહી શકે છે, પણ તીખા વગર નહિ.
રોજ સવારે મરચાથી કરે છે મોં સાફ
સામાન્ય રીતે રોજ સવારે ઉઠીને લોકો બ્રશ કરે છે પરંતુ, લી યોંગજી ને લોકોની જેમ બ્રશ કરવાનું પસંદ નથી કરતા. દરરોજ સવારે ઉઠીને તે ટુથપેસ્ટથી નહિ પણ લાલ મરચા ખાય છે અને તેનાથી જ પોતાના દાંત સાફ કરે છે.
લી યોંગજી અનુસાર ખાવામાં તીખાશ ન હોય તો ખાવામાં સ્વાદ નથી આવતો. તે લાલ અને તીખા મરચાને અલ્પાહાર ના રૂપે ખાય છે.
ડોક્ટરે જણાવ્યું સામાન્ય
પોતાની છેલ્લી મિનિટને યાદ કરતા લી યોંગજી એ કહ્યું કે ’10 વર્ષ પહેલા તેમના પુત્રનું મૃત્યુ એક ટ્રક એકસીડન્ટ ને લીધે થયું હતું. તે દિવસ દરમિયાન હું બે વાટકી મરચા ખાતો, પાણી પીતો અને હોસ્પિટલ જતો.
લી યોંગજી કહે છે કે તેમની આ ઉટપટાંગ આદત કોઈ સુપર નેચરલ પાવર નથી. મને મરચા ખાવાનું ખુબજ પસંદ છે અને એટલા માટે જ હું મરચા ખાઉં છુ. હોસ્પિટલમાં મારી પૂછપરછ કરતા ડોક્ટરે જણાવ્યું કે હું પણ સામાન્ય લોકોની જેમ જ છુ, તેમનાથી અલગ નહિ.