મધમાખીઓથી કોને ડર જ લાગે. આ જયારે વ્યક્તિને ડંખ મારે છે ત્યારે સરળતાથી તેના ઘાવ મટી શકતા નથી. આના માટે ચોક્કસ ડોક્ટરની મુલાકાત લેવી પડે છે. આ જયારે ડંખ મારે છે ત્યારે તે જગ્યાએ સોજો આવી જાય છે.
માન્યું કે મધમાખી પૈષ્ટિક મધ આપણને બનાવીને આપે છે. જોકે માખી મધ જેટલું મીઠુ બનાવી આપે છે તેટલી જ તે કડવી પણ છે. બાળકોથી લઇ વૃધ્ધો સુધીના તમામ લોકો આનાથી ડરતા હોય છે. એવા માં જો આપણને સાંભળવા મળે કે કોઈ મહિલા જીવતી માખીને પોતાના ઉપરના ભાગ સુધી લપેટી લે તો એ ખુબ અજીબ ગણાય.
હમણાં સોશિયલ મીડિયામાં આ મહિલાના મધમાખીઓ સાથેના ફોટોઝ ઘડાધડ વાઈરલ થઇ રહ્યો છે. આજકાલની મહિલાને પણ અજીબો-ગરીબ શોખ હોય છે. આ મહિલાનું નામ સારા મૈપેલી છે. જે ૪૪ વર્ષની છે. સારા પોતાના બ્રેસ્ટને ૧૨,૦૦૦ માખીઓ કવર કરે છે.
સારા અમેરિકામાં રહે છે. જે રીતે બ્રેસ્ટથી લઇ માથાના ભાગને મધમાખી જે રીતે કવર કરે છે ખરેખર અજીબ અને અચરજ પમાડે તેવું લાગે છે.
સારા મધમાખીઓ સાથે ડાન્સ પણ કરે છે. આ ઉપરાંત જયારે મધમાખીઓએ તેના શરીરને કવર કર્યું હોય ત્યારે તે ભોજન પણ ખાઈ શકે છે. એમ કહી શકાય કે સારા ને હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. કારણકે લોકો જેનાથી સૌથી વધારે ડરતા હોય તે વસ્તુ જ તેનું રક્ષણ કરે છે. સારા વિષે વધારે જાણકારીઓ નથી મળી.
એક ન્યુઝ અનુસાર સારાને મધમાખીઓ અત્યંત પ્રિય છે. મધમાખીઓ પણ આનો પીછો નથી છોડતી. તેથી જ તે તેના શરીરમાં લપેટાઈ જાય છે.
https://www.youtube.com/watch?v=wGrbvCDn-Mw