ગજબ! આ મકબરામાં લોકો ફૂલોથી નહિ પણ ચપ્પલ મારીને કરે છે ઇબાદત

800x480_IMAGE56976873

આપણા દેશમાં બધા જ ધર્મોને જ આદર અને સમ્માન આપવામાં આવે છે. જનરલી બધી જ મસ્જિદોમાં લોકો પોતાના અને પોતાના પ્રિયજનો ની દુવા માંગવા માટે જતા હોય છે. જયારે પોતાની દુઆ પૂરી થાય ત્યારે લોકો ત્યાં જઈને ફૂલો કે ચાદર ચઢાવે છે.

વેલ, ઉત્તરપ્રદેશ ના બરેલીના ઇટાવામાં ‘ભોલુ સેયદ’ નામનો એક મકબરો છે. જેણે લોકો ‘ચુગલખોરનો મકબરો’ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે તમે બહાર જતા હોવ અને તમારી યાત્રાને શુભ અને સુરક્ષિત બનાવવી હોય તો કબરને ચપ્પલ મારીને તમારી યાત્રાને શુભ બનાવવી.

આની પાછળ એક લોકપ્રિય કહાની પ્રસિદ્ધ છે. ઇટાવાના બાદશાહે અટેરીના રાજા સાથે યુદ્ધ કર્યું અને જાણ થઇ કે આ યુદ્ધ પાછળ દરબારી ભોલુ સય્યદ જવાબદાર છે. ભોલુ સય્યદના મૃત્યુ બાદથી જ અહી તેની કબર પર ચપ્પલ મારવાની પરંપરા ચાલી આવે છે.

આ ઘટનાથી નારાજ થયેલ બાદશાહે જણાવ્યું કે આ દગાબાઝ માટે કબર પર એટલા ચપ્પલ મારો કે તે નષ્ટ જ થઇ જાય. લોકોની માન્યતા અનુસાર તમારી જર્નીને સુરક્ષિત બનાવવા માટે આ કબર પર પાંચ વાર ચપ્પલ મારવું. તેથી કહી શકાય કે અહી લોકો ફૂલ કે અગરબત્તી થી નહિ પણ ચપ્પલ મારીને કરે ઇબાદત છે.

Comments

comments


5,061 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6