ગજબ!! આ મંદિરમાં હિંદુ જ નહિ મુસ્લિમ પણ કરે છે પૂજા, અર્ચના

Nani_ki_Mandir2

હિંદુઓ ની ભગવાનમાં વધારે શ્રધ્ધા અને આસ્થા હોય છે. ભગવાન ના દર્શન કરવા તેઓ કઈ પણ કરી શકે છે. અમે જે મંદિર ની વાત કરી રહ્યા છીએ તે મંદિર ભારત માં નથી પણ પાકિસ્તાન માં આવેલ છે.

જોકે, પાકિસ્તાન ના બલુચિસ્તાનમાં ઘણા બધા હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલ છે. આમાનું એક છે લગભગ ૨૦૦૦ વર્ષ જુનું ‘હિંગળાજ માતા નું મંદિર’. આ મંદિર બલુચિસ્તાનમાં આવેલ ૫૧ સિદ્ધ પીઠો માંથી એક છે. અહી બ્રહ્મકુંડ અને તિરકુંડ નામના બે કુંડ પણ આવેલ છે. આ મંદિરે જવાનો રસ્તો કાચો અને ખાડા થી ભરેલ છે. તેથી યાત્રીઓને અહી જવામાં આ રસ્તાનો કરવો પડે છે.

મંદિર પાકીસ્તાન નું મશહુર શહેર કરાંચી થી લગભગ ૬૦ કિમી ના અંતરે સ્થિત છે. હિંગળાજ માતા ના મંદિરને લોકો ‘નાની હજ’ ના નામે પણ ઓળખે છે. કહેવાય છે કે આ જગ્યાએ આદિશક્તિ નું મસ્તક પડ્યું હતું. અહી હિંદુઓ સિવાય મુસ્લિમ પણ દર્શન કરવા આવે છે. અહી સતી માતા ના રૂપે દેવિના દર્શન કરવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે સતી ના મૃત્યુ થી નારાજ થઇ ભગવાન શિવે તાંડવ અહી ખતમ કર્યું હતું. એક માન્યતા એવી પણ છે કે રાવણ ને માર્યા બાદ રામે અહી તપસ્યા કરી હતી. આ મંદિર ગુફાની અંદર છે. વિશાળ પહાડની નીચે બનેલ મંદિર માં શંકર ભગવાન નું પ્રાચીન ત્રિશુલ પણ છે.

Hinglaj Matagee Temple Balochistan Pakistan 3

14014308571_e44592d41a_b

10 Inside of the Nani Mandir 20151017_122902

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,451 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>