મેનલેન્ડને નોઈરમૌટીયર આઈલેન્ડ સાથે જોડતી “પેસેજ દુ ગોડ્સ” નામનો આ માર્ગ ફ્રાંસના એટલાન્ટીક કોસ્ટ પર સ્થિત છે. ફ્રાંસમાં ગોડ્સનો અર્થ એ થાય છે કે ‘ચપ્પલ ભીના કરીને રસ્તો ઓળંગવો” તમે પણ વિચારતા હશો કે છેવટે આ માર્ગમાં છે શું. ફ્રાંસનો આ માર્ગ કઈ સામાન્ય નથી પણ જરા હટકે છે. કારણકે આ માર્ગમાં ફક્ત બે દિવસમાં બે કલાકમાં જ નજરે આવે છે. બાકીના સમયે આ માર્ગ ઉચ્ચ ભરતીથી પાણીની ચાદર ઓઠે છે. આ સડકની લંબાઈ ૪.૫ કિમી છે. વર્ષ ૧૭૦૧માં પહેલી વાર આ માર્ગને નકશામાં બતાવવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, એક કે બે કલાક સાફ રહેતો આ માર્ગ અચાનક જ બંને કિનારે પાણીથી ભરાવવા લાગે છે, જેને કારણે આ માર્ગ ઓળંગવો ખતરનાક સાબિત થઈ શકે છે. આની ઊંડાઈ ૧.૩ થી ૪ સુધી પણ થઈ જાઈ છે. એક સમયે અહી ફક્ત બોટના માધ્યમે લોકો આવતા હતા. પછી થોડા સમય બાદ અહી કાદવ જમા થવા લાગ્યો. ત્યારબાદ એક પાકો માર્ગ બનાવવામાં આવ્યો. ૧૮૪૦માં અહી કાર અને ઘોડાથી લોકોનુ અવરજવર શરુ થયું.
વર્ષ ૧૯૮૬ પછી અહી રેસનુ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ વર્ષ ૧૯૯૯માં આ માર્ગનો ઉપયોગ “ટુર ધી ફ્રાંસ” (ફ્રાંસની ફેમસ સાઇકલ રેસ) માટે પણ કરવામાં આવ્યો હતો.