મોંધો મોબાઇલ રાખવો આજે ફેશન નથી પણ જરૂરિયાત બની ગઈ છે. આજની રોજીંદી જીંદગીમાં સ્માર્ટ ફોન અને Android ફોન આપણી લાઈફનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજના સમયમાં બાળકોથી લઈને વૃધ્ધોના હાથમાં પણ તમને Android ફોન જોવા મળશે.
ક્યારેક ક્યારેક ઉતાવળમાં આપણે આપણો ફોન કોઈ જગ્યાએ ભૂલી જતા હોઈએ છીએ. ઉપરાંત ભીડ વાળી જગ્યામાં જેમકે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને માર્કેટ જેવી પ્લેસીસમાં આપણો ફોન ચોરાય જતો હોય છે. આવા સમયે અહી દર્શાવેલ એપ્સ ને ફોલો કરતા તમે તમારા ખોવાયેલ ફોનને પાછો મેળવી શકો છો.
જીપીએસ ફોન ટ્રેકર પ્રો (GPS Phone Tracker Pro)
જો તમારા ફોનમાં કોઈ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પહેલાથી જ હાજર હોય તો તેનો ઉપયોગ કરીને તમે ફોનના ચોરને શોધી શકો છો. ઉદાહરણ તરીકે, મારા Android ફોનમાં (G.P.S) જીપીએસ ચિપ G.P.S Glonass ની છે અને જો હું મારા ફોનના લોકેશન સ્થળમાં ફેસીલીટી ઓન કર્યા પછી આને લોક કરી દઉં અને મારા ફોનમાં એક (G.P.S) એટલેકે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ટ્રેકર એપ્લિકેશન હોય તો હું આને સરળતાથી શોધી શકું છુ.
આ એપ સૌથી ખાસ છે કારણકે આના દ્વારા તમે તમારા મિત્રો અને પરિવારના કોઇપણ વ્યક્તિનું લોકેશન જાણી શકો છો. ફક્ત આટલું જ નહિ તમે આને ગુગલ મેપની મદદથી દિશાઓ (ડાયરેક્શન) પણ બતાવી શકો છો.
અવાસ્ટ એન્ટી-થેફ્ટ (Avast Anti-Theft)
આ એપ ઈન્ટરનેટ દ્વારા જીપીએસ કંટ્રોલરથી ગુમ થયેલ ફોનને ટ્રેક કરવામાં મદદ કરે છે. જેમાં તમારા ફોનમાં કોઈ નવુ સિમ નાખવામાં આવ્યું હોય તો તેનો નંબર અને લોકેશન તમારા મિત્રો પાસે મેસેજના માધ્યમે મળી જશે.
વેર્સ માય ડ્રોઇડ (Where’s My Droid)
આ એપ સંપૂર્ણપણે ફ્રી છે જે પાસકોડ પ્રોટેકશન, સિમ કાર્ડ બદલવા, રીમોટ લોક, સ્ટેલ્થ મોડ અને જીપીએસ લોકેશન ની સુવિધા પૂરી પાડે છે. આ એપ ફ્રી છે પણ અમુક ખાસ સર્વિસને એક્ટીવેટ (સક્રિય) કરવા માટે પૈસા ચુકવવા પડે છે.
ફાઈન્ડ માય લોસ્ટ ફોન (Find My Lost Phone)
વેબ ઈન્ટરફેસનું નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે આનાથી ખોવાયેલ ફોનના સાચા લોકેશનની જાણકારી મળશે. આ તમારા સિમનું લોકેશન પણ ટ્રેસ કરે છે.