ખોટું જાતીય શિક્ષણ બળાત્કાર જેવા ગુનામાં બદલાઈ શકે છે

આજકાલ દુનિયાભરમાં બળાત્કાર જેવો ચેપી રોગ વાયુવેગે ફેલાઈ રહ્યો છે અને બળાત્કાર ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. માટે હમારો આજનો બ્લોગ આ વિષય પર જ છે કે જો જાતીય શિક્ષણ ખોટી રીતે બાળકોને બતાવવામાં આવે તો તે બળાત્કાર નો રૂપ પણ લઇ શકે છે. આ બ્લોગ માં તમે જોશો કે કઈ રીતે આને અટકાવી કે પછી ઓછી કરી શકાય છે.

man harassing his female coworker sexually

વિશ્વના લોકો ના નિવેદન અનુસાર જાણવા મળ્યું છે કે ગુણવત્તા વાળું જાતીય શિક્ષણ પણ જાતીય દુર્વ્યવહારને રોકવામાં અશક્ષમ બને છે. સેક્સ વિષે અધૂરું જ્ઞાન અને અધુરી જાણકારીયો જ બળાત્કાર જેવા ખતરનાક ગુનાઓ કરાવવામાં ભૂમિકા ભજવે છે. સેક્સ નિષ્ણાતોએ કાળજીઅ અને ગુણવત્તા વાળું પ્રગતિશીલ જાતિયતા શિક્ષણ આપવું જરૂરી છે કે જે બળાત્કાર જેવી વસ્તુની સાચી સમજ આપી શકે. જાતીય શિક્ષણ દરમિયાન લોકો ને બત્તાવવું અને સમજાવવું અત્યંત આવશ્ય છે કે બળાત્કાર જેવી વસ્તુ થી તેમને કેવા નુકસાન થઇ શકે છે અને બીજાને તેનાથી કેવી યાતનાઓ નો સામનો કરવો પડે છે.એક સારું સેક્સ શિક્ષણ જ સમાજ માં થતા બળાત્કાર ણો દર ઘટાડી શકે છે અને આ વસ્તુથી બચવાના ઉપાયો પણ બતાવે છે.

કઈ રીતે આપણે બળાત્કાર જેવા અસમાજિક તત્વો ને અટકવી કે પછી ઓછુ કરી શકીયે? તો આ રહી અમુક ટીપ્સ કે કઈ રીતે બળાત્કાર જેવી વસ્તુ ઓછી કે અટકવી શકાય

લોકો ને સેક્સ શિક્ષણ દ્વારા બતાવી શકાય કે બે વ્યક્તિ વચ્ચે શારીરિક સંબંધ માત્ર ત્યારે બનવા જોઈએ કે ત્યારે જ બની શકે જયારે તે વિષે બંને ની સહમતી હોય કે પછી બંને અરસપરસ તે કરવા માંગતા હોય છે

જાતીય શિક્ષણ દ્વારા લોકો ને જણાવી શકાય કે શરીરક સંબંધ માટે બંને ને પોતાની મરજી થી સેક્સ કરવા માટે સમાન અધિકાર હોય છે. અને એક બીજાની મંજુરી વગર સેક્સ કરી શકાય નહિ.

07harrasment3

સારું સેક્સ શિક્ષણ એક તંદુરસ્ત અને અનિચ્છનીય શરીરીક સંબંધો વચ્ચે ની તફાવત બતાવી શકે છે અને સમજાવી શકે છે.

સેક્સ શિક્ષણ ક્યારેય પણ જાતીય ભૂમિકા કે કોઈ એવી પ્રથાઓ નથી બતાવતી અને સમજાવતી કે જેનાથીં બળાત્કાર જેવા તત્વો સક્રિય થાય.

સારું સેક્સ શિક્ષણ શીખવે છે અને પ્રોત્સાહિત કરે છે કે ખુલ્લા મને તમારા પાર્ટનરસ સાથે કેવી રીતે વાત કરાય અને પોતાની મજુરી આપવા માટે અને એકબીજા ના નિર્ણયો ને સ્વીકારવાની સમજ આપે છે.

સારું સેક્સ શિક્ષણ તમારી સમક્ષ સ્પષ્ટ કરે છે કે સેક્સ પેહલા, દરમિયાન અને પછી થતી સારી/ખોટી પ્રવૃતીયોના તમે પોતે જિમ્મેદાર છો અને જો કોઈ બળાત્કાર કરે અથવા કરવાની કોશિશ કરે તો તેના માટે પણ તે જ માત્ર જવાબદાર હોય છે.

સારું જાતીય શિક્ષણ બધી જ રીતે રેપ થી પીડિત લોકોમાં બીજાનો સામનો કરવાની હિંમત આપે છે. આવા શિક્ષણ ક્યારેય પણ મૌન, શરમ અથવા આત્મ દોષ ને પ્રોત્સાહિત કરતું નથી.

જાતીય શિક્ષણ આપણને બતાવે છે કે બળાત્કાર દ્વારા કરેલ સેક્સ બળાત્કાર નો ભોગ બનેલ વ્યક્તિ અને ગુનેગાર બંને માટે સેક્સ ક્યારેય ના હોઈ શકે.

સારું સેક્સ શિક્ષણ આપણને સેક્સ જેવી બાબતો માં પોતાની ઈચ્છા હા કે પછી નાં માં બતાવવાનો અધિકાર આપે છે.

સેક્સ શિક્ષણ બતાવે છે કે રેપ હમેશા વ્યક્તિ ની ચુપ્પી, શરમ અને માન-સમ્માન ની આડ માં કરવામાં આવતું કૃત્ય છે જો આ વસ્તુઓ ને બાજુ પર મૂકી વ્યક્તિ જયરે આગળ આવશે ત્યારે જ આ બળાત્કાર અને બળાત્કારી જેવા અસમાજિક તત્વો સમાજ માંથી દુર થશે.

Comments

comments


7,152 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 1 =