ખુશ રહેવાની છે આ 7 રીતો

7 ways to stay happy

ખુશખુશાલ જીવન જીવવા માટે કોઈ નિશ્ચિત રીત નથી હોતી. સકારાત્મક વિચારની સાથે કેટલીક એવી વાતોને ધ્યાનમાં રાખીને ખુશીથી જીવન જીવી શકાય છે. ખુશ રહેવા માટે વિજ્ઞાને પણ કેટલીક રીતોને સિધ્ધ માની છે તે અહિ તમને જણાવીએ છીએ.

1. પૂરતી ઊંધ લો

પૂરતી ઊંધ લેવાથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહે છે પરંતુ તેની સાથે તમારું મન પણ પ્રફુલ્લિત રહે છે. રોજ 7થી 8 કલાકની ઊંધ જરુર લેવી જોઈએ.

2. પાણી

દિવસ દરમ્યાન ઘણું બધુ પાણી પીવું. પ્રયાપ્ત માત્રામાં પાણી પીવાથી ત્વચા ચમકતી રહે છે તથા શરીર પણ ચુસ્ત બને છે. આનાથી તમને સારા લુક અને સ્વાસ્થ્યનો અનુભવ થશે. એક દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું તથા રસીલા ફળ કે લીંબુ પાણી પણ પીવા જોઈએ.

3. મનને સાંભળો

પોતાના મનની માનો જેમકે પોતાની પસંદના કપડા ખરીદો એવા કપડા જે તમને ઘણાં વખતથી લેવા છે. કોઈ આઉટ ડોર ગેમ રમો, શોપીંગ કરો, બીજા લોકોને ગિફ્ટ આપો વગેરે. આનાથી તમારા મનને ખુશી મળે છે અને પ્રતિભા નીખરે છે.

4. મેડિટેશન તથા કસરત

સંશોધન પ્રમાણે મેડિટેશન કરવાથી તમારો તણાવ ધટે છે અને મમની એકાગ્રતા વધે છે. આ કારણોથી થોડો સમય મેડિટેશન અને સરળ કસરત માટે ફાળવવો

7 ways to stay happy

5. સ્મિતને આદત બનાવો

હસવા અને સ્મિતની આદત તમને ઉત્તમ વ્યક્તિ બનાવી શકે છે. નાની નાની વાતો પર વધારે દુખી ન થવું. હંમેશા હસતા રહો અને પ્રફુલ્લિત રહો જેનાથી તમારું મન ખુશ રહેશે.

6. સંગીત

તમને ગમતું સંગીત સાંભળો. સંગીત તમારા જીવનને સકારાત્મક બનાવે છે.

7. સોશિઅલ નેટવર્કિંગથી અંતર

સંશોધન પ્રમાણે જે યુવાનો સોશિઅલ નેટવર્કનો વધુ ઉપયોગ કરે છે તેમની ખુશ રહેવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. તમને ગમતાં બીજા ઘણાં કામ છે જે કરશો તો ખુશી મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,816 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>