સલમાન ખાનના ફેંસ માટે ખુશ ખબરી છે. ભારતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સુલતાન’ નું જોરદાર ટ્રેલર ગઈ કાલે લોન્ચ થયું છે. સુલતાન નું ટ્રેલર જોઇને જ લાગે છે કે ફિલ્મ ખુબ જોરદાર હશે. સલમાન આ ફિલ્મમાં એક નવા રૂપે તમારું મનોરંજન કરશે.
આ વર્ષે ઈદના તહેવાર માં રીલીઝ થનાર આ ફિલ્મમાં સલમાન ખાન ‘હરિયાણાની શાન’ રેસલર સુલતાન અલી ખાન ના કિરદારમાં જોવા મળશે. ફિલ્મની લીડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા છે. સલમાન અને અનુષ્કા આ ફિલ્મમાં હરિયાણવી ભાષા બોલતા જોવા મળશે. ફિલ્મનું નિર્દેશક અલી અબ્બાસ ઝફરે કર્યું છે.
સુલતાન ઈદના પર્વ પર એટલે કે 6 જુલાઈ એ રીલીઝ થશે. સલમાન ની ફિલ્મ ‘સુલતાન’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. આ જોરદાર ટ્રેલરમાં સલમાન અને અનુષ્કાની કેમેસ્ટ્રી પણ સારી દેખાય છે. અમે તમારી માટે સલમાન ની નવી ફિલ્મનું ટ્રેલર લઈને આવ્યા છીએ, તો રાહ શેની જુઓ છો જુઓ આ ઘમાકેદાર ટ્રેલર…