હ્રીતિક રોશન અને યામિ ગૌતમ સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ નું બીજું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. પહેલા ટ્રેલરમાં યામિ પોતાની જીંદગીમાં આવતી મુશ્કેલી પહેલા હેપ્પી રહે છે તેને બતાવ્યું હતું જયારે બીજા ટ્રેલરમાં તમને બદલો દેખાશે, જે હ્રીતિક ની અંદર આગની જેમ ફેલાયેલ છે.
બીજા ટ્રેલરમાં જયારે હ્રીતિક અને યામિ અલગ થાય છે તે બનાવ્યું છે. આમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ જ સ્વીટ દેખાઈ રહી છે. ફિલ્મ ‘કાબિલ’ માં યામિ અને હ્રીતિક રોનિત રોયના કારણે અલગ થાય છે. તેથી પોતાના પ્રેમનો બદલો લેવાની હ્રીતિક ઝંખના કરે છે.
સંજય ગુપ્તા નિર્મિત ફિલ્મ ‘કાબિલ’ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ રીલીઝ થશે. એટલે બોક્સ ઓફીસ પર શાહરૂખ ખાનની ફિલ્મ ‘રાઈસ’ સાથે બંનેની એકબીજા સાથે ટક્કર થશે.
વેલ, ‘કાબિલ’ ફિલ્મમાં હ્રીતિક અને યામિ સિવાય રોનિત રોય, રોહિત રોય, સોનું સુદ અને ગીરીશ કુલકર્ણી પણ લીડ રોલમાં જોવા મળશે. આમાં હ્રીતિક અને યામિ આંધળા લોકોનો રોલ કરી રહ્યા છે.
આ સિવાય આમાં એક્સ મિસ યુનિવર્સ રહી ચૂકેલ અને બોલીવુડમાં ‘સિંગ સાબ ધ ગ્રેટ’ થી પોતાનું કરીયર શરુ કરનાર ઉર્વશી રૌતેલાનું ખાસ ‘સારા ઝમાના હસીનો કા દીવાના’ નામનું જોરદાર આઈટમ સોંગ છે, જેમાં પોતાની ગ્લેમરસ અદાઓથી લોકોને તે કાયલ કરી રહી છે.
ઠીક છે, તો જુઓ ફિલ્મ ‘કાબિલ’ નું બીજું ટ્રેલર….
https://www.youtube.com/watch?v=0GnPd4WzwpI