વોટ્સએપ સ્માર્ટફોનમાં ચાલતી પ્રસિદ્ધ એપ્લીકેશન છે. આ એક મેસેન્જર છે. તમે આમાં ઈમેજીસ, ઓડિયો, વિડીયો સિવાય લોકેશન પણ મોકલી શકો છો એ બધા જાણે જ છે. વોટ્સએપના ૯૦ કરોડ કરતા પણ વધારે યુઝર્સ છે. આ વિશ્વની બીજા નંબરની સૌથી લોકપ્રિય એપ છે.
વોટ્સએપ લગાતાર પોતાની એપ્લીકેશનમાં નવા નવા અપડેટ્સ લાવી રહ્યું છે. એવામાં વોટ્સએપ એક નવું ફીચર્સ લાવ્યું છે જેનું નામ છે ‘વિડીયો કોલ’. આ શરુ થયુ એનું લગભગ એક અઠવાડિયુ થઇ ચુક્યું છે.
યુઝર્સને સારી એવી ફેસિલિટી મળે તેના માટે વોટ્સએપે આ નવું ફીચર જોડી દીધું છે. આ ફીચર વોટ્સએપે એન્ડ્રોઇડ, આઈઓએસ અને વિન્ડો બીટા એપમાં શરુ કરી દીધું છે. વોટ્સએપ ના વિડીયો કોલમાં છે આવા ફીચર….
* જ્યારથી વોટ્સએપમાં આ વિડીયો કોલનું ફીચર આવ્યું છે ત્યારથી યુઝર ખુશ છે પણ આનો પુરેપુરો ઉપયોગ હજુ તેમને કદાચ નથી આવડ્યો હોય. કારણકે આમાં કોઈ બટન નથી આપવામાં આવ્યું. વિડીયો કોલ કરવા માટે તમારે કોલના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જ તમને વોઈસ કોલ અને વિડીયો કોલનું ઓપ્શન મળશે.
* વિડીયો કોલની ખાસવાત એ છે કે જયારે તમે કોઈ પર્સનને વિડીયો કોલ કરો છો ત્યારે તે તમને કોલ રીસીવ કર્યા વગર જ જોઈ શકે છે. જે એક નેગેટીવ પોઈન્ટ છે.
* વોટ્સએપ વિડીયો કોલમાં એક ફીચર એવું પણ છે જેનું નામ ‘ડુ નોટ ડીસ્ટર્બ’ છે. આના મદદથી તમે બીઝી હોવ અને કોલનો જવાબ ન આપી શકતા એમ હોવ તો તમે તેને ‘ડુ નોટ ડીસ્ટર્બ’ નો સંદેશ પણ મોકલી શકે છે.
* વોટ્સએપ વિડીયોમાં એક વિશેષ ફીચર એવું છે જેના માધ્યમે તમે કોઈ કામ કરતા હોવ તો પણ મેસેજ માં વાત કરી શકો છો.
* જો કોલ કરતા સમયે તમારે કોઈ જરૂરી કામ આવી જાય તો તમે વિડીયો કોલને મ્યુટ કે પોઝ પણ કરી શકો છો.