ખીલ મટાડવાના આ છે ઘરેલું રામબાણ નુસ્ખાઓ

best-natural-tips-to-remove-pimples

તમારી ત્વચાને સારી દેખભાળ ની આવશ્યકતા હોય છે અને ખીલનું ચહેરા પર હોવું તમારા માટે ચિંતા નો એક ગંભીર વિષય છે. જો ખીલ થયા હોય તે નીકળી જાય તો પણ તે દાગ પાછળ છોડી જાય છે આ સમસ્યાથી પણ લોકોને પ્રોબ્લેમ થાય છે.

આજના આ લેખમાં અમે તમને ખીલ અને દાગ-ધબ્બાથી છુટકારો મેળવવાની ઘરેલું ટીપ્સ જણાવવાના છીએ.

*  તુલસીના પાન ને પીસીને ખીલ પર લગાવવાથી તે મટી જાય છે.

*  ચંદન નો પાવડર પિમ્પલ દુર કરવામાં મદદગાર છે. આ પાવડર ફક્ત તમારા ચહેરાને જ ફ્રેશ નથી કરતો પણ તેને ફરીવાર આવતા પણ રોકે છે. આ પાવડરમાં પાણી નાખી ફેસ પર લગાવીને ૨ થી ૩ કલાક સુધી રાખવો. બાદમાં આ પેસ્ટ સુકાઈ જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું.

*  એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી કે લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરીને આ પેસ્ટને ચહેરા પર લગાવવી. આનાથી ખીલ દુર થશે.

*  ચંદન ના પાવડર ને મુલતાની માટી અને ગુલાબ જળ માં મેળવી ૧૦ થી ૧૫ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવો. ફક્ત ૨ થી ૩ દિવસ માં જ તમારા ચહેરા માંથી પીમ્પલ દુર થઇ જશે.

*  કાચા બટેટા ને ખીલ થયેલ હોય ત્યાં લગાવવાથી તે દુર થશે.

*  દહીં માં હળદર મિક્સ કરીને લગાવવાથી પણ એક્ને દુર થાય છે.

*  ટુથપેસ્ટ નો ઉપયોગ ફક્ત દાંત સાફ કરવા માટે જ નથી થતો. આને તમે ખીલ પર લગાવી ખીલ અને તેના દાગ મટાડી શકો છો.

*  ચણાના લોટ માં છાશ નાખી તેની પેસ્ટ બનાવી તમે ખીલ પર લગાવી શકો છો.

Comments

comments


18,211 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 1 = 2