ખાવાની આ 7 વસ્તુઓ ભુલથી પણ ફ્રિઝમાં ન મૂકવી, આ છે કારણો

1_1426772314 (1)

ફ્રિઝ એ આજના સમયમાં દરેક પરિવારની જરૂરિયાત બની ગયું છે. ધનિક તો ઠીક પરંતુ હવે તો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પણ ફ્રિઝ વિના ચાલતું નથી, કારણ કે ફ્રિઝના અનેક ફાયદા છે. સાથે જ જે ઘરમાં ફ્રિઝ હોય ત્યાં કેટલીક સાવધાની પણ રાખવી અનિવાર્ય બની જાય છે.

આજકાલની ફાસ્ટ જીવનશૈલીને કારણે લોકો આડેધડ ખાવા-પીવાની વસ્તુઓ ખરાબ થતા બચાવવા માટે ફ્રિઝમાં રાખીને નિશ્ચિંત થઈ જાય છે, પરંતુ યાદ રહે કે કેટલીક વસ્તુઓ ફ્રિઝમાં રાખવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને તેનો ઉપયોગ કરવાથી તે શરીરને પોષણ નહીં પણ નુકસાન કરે છે.

ગરમીમાં તો ફ્રિઝ વગર રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ફ્રિઝમાં ભોજન રાખવાથી તે તાજુ રહે છે અને આપણે પોતાની જરૂરિયાત પ્રમાણે ગરમીમાં પણ ખાવાની વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. આ નિયમ બધી ખાવાની વસ્તુઓ ઉપર લાગૂ પડે છે એવું નથી, કેટલીક ભોજનની વસ્તુઓ એવી પણ છે જેને ફ્રિઝમાં ન રાખવી જોઈએ, જેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી, જેમાં આજે અમે તમને એવી 7 વસ્તુઓ વિશે જણાવીશું જેને ક્યારેય ફ્રિઝમાં ન મૂકવી જોઈએ.

ટામેટાઃ-

amazing-tomato-hd-wallpaper-2-3-s-307x512

પાકેલા લાલ ટામેટામાં વિટામીન એ, સી, કે, ફોલેટ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ટામેટામાં સંતૃપ્ત વસા, કોલેસ્ટ્રોલ, કેલરી અને સોડિયામ સ્વાભાવિક રીતે જ ઓછા હોય છે. તેમાં થાઈમીન, નિયાસિન, વિટામીન બી-6, ફાસ્ફોરસ અને ઝિંક પણ હોય છે, સાથે જ ટામેટામાં લાઈકોપીન નામક તત્વ હોય છે. આ બધાં જ પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે.

સામાન્ય રીતે ટામેટા સહિત ઘણી શાકભાજી અને ફળ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક અને દિલની બીમારીઓથી સુરક્ષા મળે છે. ગરમીમાં થોડી મુશ્કેલી છે, પરંતુ ફ્રિઝમાં ટામેટા રાખવાથી ટામેટાનો સ્વાદ બદલાઈ જાય છે એટલું જ નહીં પણ તેમાં રહેલું સૌથી ખાસ તત્વ લાઈકોપીન પણ ઘટી જાય છે, જેનાથી ટામેટા ખાવાથી જે સ્વાસ્થ્ય ફાયદા મળવા જોઈએ તે મળતા નથી. જો ગરમીને કારણે ટામેટા બગડી જતાં હોય તો તેને ફ્રિઝમાં રાખવા જ હોય તો તેને કાગળમાં લપેટીને મૂકવા જોઈએ.

બ્રેડઃ-

bread_is_good

બ્રેડ કોઈપણ સ્વરૂપમાં હોય તેનાથી શરીરને પોષણ મળતું નથી, પરંતુ આજકાલ લોકો કામચોર એટલા થઈ ગયા છે કે ભૂખ સંતોષવા સરળતાથી મળી રહેતી બ્રેડ ખાઈને રોતાની ભૂખ સંતોષી લે છે. પરંતુ બ્રેડથી શરીરને પૂરતાં પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કંઈજ મળતું નથી, પરંતુ તેનાથી સ્થૂળતા વધવાની સંભાવના રહે છે. તેમાં ફાઈબર પણ હોતું નથી.

તેમ છતાં બ્રાઉન બ્રેડ અને ઘઉંમાંથી બનેલી બ્રેડ ખાઈ શકાય છે કારણ કે તેમાં કેટલીક હદ સુધી પોષક તત્વો રહેલાં હોય છે. પરંતુ તે પણ સીમિત માત્રામાં જ આરોગવી જોઈએ. બ્રેડ ફ્રિઝમાં રાખવાથી તેના ગુણો લગભગ ખતમ થઈ જાય છે, બ્રેડ જો લાવીને તરત જ ફ્રિઝમાં મૂકી દેતા હો તો યાદ રાખજો કે ફ્રિઝમાં રાખવાથી બ્રેડ વધુ ઝડપથી સૂકાઈ જાય છે. સારી રીત એ છે કે પહેલા બ્રેડને ચાર દિવસ સુધી બહાર જ રાખો અને જો તેનાથી વધુ બ્રેડ ચલાવવી હોય તો ઓછામાં ઓછા ચાર દિવસ પછી જ ફ્રિઝમાં બ્રેડ મૂકો.

ડુંગળીઃ-

4_1426772316

ડુંગળીની અંદર પ્રોટીન, વસા, ખનીજ, ક્ષાર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાસ્ફોરસ, લોહ, વિટમિન, કેલરી બધું જ હોય છે. પ્રાચીન આયુર્વેદ ગ્રંથકારોના કહેવા પ્રમાણે ડુંગળીના સેવનથી સ્કિન ગ્લો કરવા લાગે છે. પાચનશક્તિ વધે છે.

ડુંગળી ખાવાથી ત્વચાના બધા રોગો દૂર થઈ જાય છે. બ્લડ પ્રેશરના દર્દી માટે તો ડુંગળી વરદાન રૂપ છે. પરંતુ ડુંગળી ક્યારેય ફ્રિઝમાં ન રાખવી જોઈ કારણ કે ફ્રિઝમાં ડુંગળી રાખવાથી ફ્રિઝમાં દુર્ગંધ ફેલાઈ જાય છે અને ડુંગળીના પોષક તત્વો પણ ખતમ થઈ જાય છે. જેથી ડુંગળી હંમેશા અન્ય શાકભાજીઓથી અલગ જ રાખવી જોઈએ. એટલા માટે ડુંગળીને હંમેશા ફ્રિઝની બહાર રાખો તે જ યોગ્ય છે.

બટાકાઃ-

5_1426772317

બટાકા વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ એક થડ છે. એવું માનવામાં આવે છે કે બટાકાનું ઉત્પાદન સૌથી પહેલા દક્ષિણ અમેરિકાના પેરુમાં થયું હતું. તે ઘઉઁ, ધાન અને મકાઈ પછી સૌથી વધુ ઉગવવામાં આવતી ફસલ છે. ભારતમાં તે વિશેષ કરીને ઉત્તર પ્રદેશમાં પેદા કરવામાં આવે છે. તે જમીનની નીચે પેદા થાય છે.

બટાકાનું ઉત્પાદન ચીન અને રસિયા પછી ભારતમાં ત્રીજા નંબરે થાય છે. બટાકા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાફેલા બટાકા અને શેકેલા બટાકા ખાવાથી શરીરને જબરદસ્ત ઊર્જા મળે છે. બટાવા જો ફ્રિઝમાં રાખવામાં આવે તો તેમાં રહેલું સ્ટાર્ચ ઝડપથી સુગરમાં બદલાઈ જાય છે. એવામાં બટાકા નુકસાન કરી શકે છે. જો બટાકા ફ્રિઝમાં રાખવાની મજબૂર હોય તો તેને કાગળની બેગમાં રાખીને જ પછી જ ફ્રિઝમાં મૂકો.

મધઃ-

6_1426772317

મધનો ઉપયોગ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે લોહીને સાફ કરે છે અને દિલને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. ઠંડીમાં કફ અને ગળું ખરાબ થાય ત્યારે તેને મટાડવા માટે મધ ખૂબ જ મદદરૂપ થાય છે.

ખાસ કરીને બાળકો માટે ઠંડીમાં મધનું સેવન આખી સિઝનમાં કફ અને ગળાની સમસ્યાથી બચાવીને રાખે છે. તેના સેવનથી ઊંઘ પણ ઓછી આવે છે. મધને ફ્રિઝમાં રાખવાથી કોઈ ફાયદો નથી થતો, તેને ફ્રિઝમાં રાખવાથી તેના પોષક તત્વોની અસર ઓછી થઈ જાય છે. ટાઈટ ડબ્બામાં મધ તમે ભલે ગમે એટલો સમય સુધી બહાર રાખો તે ખરાબ નહીં થાય.

સફરજનઃ-

7_1426772318

સફરજનમાં ફાયબર સારી માત્રામાં જોવા મળે છે. સફરજનને ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. તે એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે ડાયાબિટીસ, કેન્સર અને મગજ સાથે સંબંધિત બીમારીઓન દૂર કરવામાં મદદરૂપ થાય છે.

સફરજન શરીરમાં ગ્લૂકોઝની માત્રાને સામાન્ય કરે છે. જેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. સફરજનમાંથી જો તમે એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં લેવા માગતા હો તો તેને ફ્રિઝમાં રાખવાથી બચવું જોઈએ અને તેને તાજા જ ખાઈ લેવા જોઈએય. જો સફરજન વધુ માત્રામાં હોય તો એક અઠવાડિયા પછી તમે તેને ફ્રિઝમાં રાખી શકો છે.

તરબૂચઃ-

8_1426772319

તરબૂચમાં લાઈકોપીન જોવા મળે છે, લાઈકોપીન આપણી ત્વચાને હંમેશા યુવાન બનાવી રાખે છે. તેના નિયમિત સેવનથી ક્યારેય પણ કેન્સર નથી થતું. તરબૂચ દિલની બીમારીઓને થતા રોકે છે. તરબૂચ મેદસ્વીતાને ઘટાડે છે.

જે લોકોને ડિપ્રેશન હોય કે જે લોકો કામના તણાવમાં વધુ રહે છે, તેમની માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક રહે છે. તરબૂચ ખાવાથી મગજ શાંત અને ખુશ રહે છે. જે લોકોને ગુસ્સો વધુ આવે છે, તરબૂચ ખાવાથી તેમને પોતાનો ગુસ્સો શાંત કરવામાં મદદ મળે છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ગરમીમાં થતી બીમારીઓથી બચી શકાય છે. તરબૂચ જો કાપેલું ન હોય તો તેને ફ્રિઝમાં ન મૂકવું જોઈએ કારણ કે તેનાથી તરબૂચના એન્ટીઓક્સીડેન્ટ્સ ઘટી જાય છે. પરંતુ કાપેલુ તરબૂચ હોય તો વધુ સમય ત્રણ દિવસ સુધી ફ્રિઝમાં રાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,967 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>