બોલીવુડના દબંગ ખાન એટલેકે સલમાન ખાન રીયલ લાઈફમાં બન્યા છે મામુજાન. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા એ બેબી બોયને જન્મ આપ્યો છે. સલમાનની બહેન અર્પિતા ખાને બુધવારના રોજ પુત્રને જન્મ આપ્યો છે.
આ વાતથી ખાન ફેમિલી અને શર્મા ફેમિલી ખુબ ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ સ્થિત હિન્દુજા હેલ્થ કેર હોસ્પિટલમાં અર્પિતાએ પુત્રને જન્મ આપ્યો છે.
સલમાન ખાનના ઘરમાં ભલે થોડા દિવસોથી મલાઈકા અને અરબાઝ ના છૂટાછેડા અંગે ટેન્શન ચાલતું હોય પણ આ ખુશીથી ઘરમાં પાર્ટીનો મૂડ બની ગયો છે.
તમને જણાવી દઈએ કે અર્પિતા એ આયુષ શર્મા સાથે વર્ષ ૨૦૧૪માં હૈદરાબાદ ફલકનુમા સ્થિત એક પેલેસમાં ગ્રાન્ડ વેડીંગ કર્યા હતા. આ બંનેનું આ પહેલું ચાઈલ્ડ છે. અર્પિતાના પતિ આયુષ શર્માએ ઇન્સ્ટાગ્રામ માં એક ફોટો શેર કરતા સમયે પોતાના ફેંસને આ અનમોલ ખુશી વ્યક્ત કરી હતી.
આયુશે સોશીયલ મેડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ માં ફોટો શેર કરતા સમયે લખ્યું હતું કે ‘રાહ જોવાનું હવે પૂરું થયું, અમારો નાનો રાજકુમાર ‘આહીલ’ આ દુનિયામાં આવી ચુક્યો છે. તેમણે તેમના પુત્રનું નામ ‘આહીલ’ રાખ્યું છે.