સામાન્ય રીતે આપણે ખાદ્ય પદાર્થોનું સેવન કરતા તો હોઈએ છીએ પણ તેમાં કરવામાં આવતી ભેળસેળ વિષે આપણે અજાણ્યા હોઈએ છીએ. આજે અમે તમને ફૂડમાં થતી ભેળસેળ વિષે જણાવવાના છીએ જેનાથી તમે નીચે દર્શાવવામાં આવેલ ટીપ્સથી ચેક કરી શકશો કે કઈ વસ્તુમાં ભેળસેળ કરવામાં આવી છે અને શેમાં નહિ?
ચા
સફેદ કાગળ પર રગડવાથી જો ફિલ્ટર પેપર ‘ગુલાબી દાગ’ નું થાય તો સમજવું કે ભેળસેળ છે.
હિંગમાં ભેળસેળ
હિંગ ને પાણીમાં ભેળવી અને થોડી વાર માટે અલગ રાખી દેવામાં ભેળસેળ હશે (સોપ, સ્ટોન અને માટી) તો તળિયે જમા થશે.
સાકર
ગ્લાસમાં સાકર ૧૦ ગ્રામ રાખવી, બે મિનીટ બાદ તળિયે પાવડર બેસે તો સમજવું કે ‘ચોક પાવડર’ ની ભેળસેળ છે.
મરચાં
૨ ગ્રામ મરચાંને પાણી ના ગ્લાસ માં એસીટોન ૫ ml નાખી રાખતા તરત લાલ રંગ દેખાય તો ‘ઈંટનો ભૂકો’ સમજવું.
મધ માં ભેળસેળ
મધ માં રૂ ભીંજવી અને બાળી જોવું જો બળી જાય તો શુદ્ધ સમજવું નહિ તો ભેળસેળ સમજવી. ‘સાકર’ ની ભેળસેળ મધ માં હશે તો બળતી વખતે તડતડ અવાજ આવશે.
તુવેર દાળ, મગ દાળ
હુંફાળા પાણી માં દાળ ભીંજવી ત્યાર બાદ પાણી નીતારી લેવું. તેમાં થોડા ટીપા hcl ના (થોડા ટીપા ૨-૫) નાખવા. જો રંગ ‘ગુલાબી થાય’ તો રંગની ભેળસેળ સમજવી.
હળદર
થોડી હળદર લઇ hcl ઉમેરતા (થોડા ટીપા ૨-૫) રીંગણી કલર થાય તો સમજવું ‘રંગની ભેળસેળ’ છે.
મરી
મરીના દાણામાં આલ્કોહોલ ભેળવવાથી જો ‘પપેયા ના બિય’ હશે તો નીચે બેસી જશે અને મરી તે બધા ઉપર તરશે.
દૂધની તપાસ
પાણી ભેળસેળ : લેકટોમીટર દ્વારા ૩૦ યુનિટ ઉપર બતાવે એટલે પાણી અથવા પાવડર ની ભેળસેળ સમજવી. યુરીયાની તપાસ : ૫ ml દૂધમાં બ્રોમો મીથાઈલ નાખી મિનીટ બાદ રંગ ભૂરો બતાવે એટલે યુરીયા સમજવું અથવા આયોડીન થી પણ રંગ ભૂરો થાય તો ભેળસેળ સમજવી.
આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ માં લીંબુનો રસ ભેળવો જો ‘વોશિંગ પાવડર’ હશે તો ફીણ થવા લાગશે. આઈસ્ક્રીમ માં ‘સેકરીન’ હશે તો સ્વાદ શરૂઆતમાં મીઠો અને ત્યારબાદ કડવો લાગશે.