ખાટીમીઠી મોસંબી માં રહેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો

limes-773089_1920

આ રસીલા ફળ ની વાત કરતા જ મોં માં પાણી આવવા લાગે. હાલ મોસંબી ની સીઝન છે. તેથી જે લોકો મોસંબી ન ખાતા હોય તે પણ આના ફાયદાઓ જાણીએ ખાવા લાગશે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં ‘સ્વીટ લેમન’ કહેવાય છે. ચાલો જાણીએ આના ફાયદાઓ….

*  જો કોઈના શરીરમાં એનર્જી ન હોય અને નાના નાના કામો કરતા થાકી જતા હોય તેવા લોકોએ આનું સેવન કરવું.

*  ભૂખની સ્થિતિમાં આનું સેવન અમૃતતુલ્ય છે. ભરેલ પેટમાં આ ભોજન સરળતાથી પચાવવા મદદ કરે છે.

*  મોસંબી નો રસ રક્તશોધક છે. આ ચામડીના રોગો માટે લાભદાયક છે.

*  મોસંબીનું જ્યુસ પીવાથી ખીલ અને ત્વચાની કરચલી દુર થશે. આ ઘણા બધા ન્યુટ્રીશંસથી ભરપુર છે જે ત્વચા માટે ફાયદેકારક છે.

*  કબજીયાત માં મોસંબીનો રસ પીવાથી આ સમસ્યા મટશે.

shutterstock_65856742

*  ટાઈફોઈડ થયો હોય તો પણ મોસંબીનું સેવન કરવું.

*  મોસંબીમાં જે એસીડ્સ હોય છે તે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢે છે. ઉનાળાની સિઝનમાં આને ખાવાથી શરીરમાં ગરમી પેદા થઇ વિષેલા તત્વો બહાર નીકળે છે.

*  ‘વિટામીન સી’ થી ભરપુર મોસંબી થી દાંતો અને ગમ (પેઢા) સુરક્ષિત/મજબુત બને છે. સાથે જ મોંઢા માં આવતી બેડ સ્મેલ પણ દુર થાય છે.

*  આ ગ્લુકોઝ કરતા પણ શક્તિશાળી ફ્રુટ છે. તેથી જ્યારે શરીરમાં પાણી ઘટી જાય ત્યારે મોસંબીનું સેવન કરવું.

*  આ ફળમાં કેલેરી ખુબ ઓછી હોય છે. એક ગ્લાસ મોસંબીના જ્યુસમાં ફક્ત ૫૦ ગ્રામ જ કેલરી હોય છે, જેનાથી તમારું વજન ઘટશે.

*  આના રસના ૩ થી ૪ ટીપા હોઠ પર લગાવવાથી કાળા હોઠ દુર હશે. સાથે જ લીપ્સ નરમ પણ બનશે.

*  આનું સેવન કરવાથી માથાનો દુઃખાવો દુર થશે. આના જ્યુસમાં તમે પુદીના ના પાન અને કાળું મીઠું પણ નાખી શકો છો.

shutterstock_190751351

Comments

comments


6,322 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 10