ખરતાં, સફેદ વાળની સમસ્યામાંથી મળશે કાયમી છુટકારો

Fallen, white hair permanently get rid of the problem

આજના સમયમાં ખાન-પાન અને દિનચર્યાની અનિયમિતતાને કારણે વાળ ખરવા તે સામાન્ય બાબત બની ગઈ છે. જો વાળ લગાતાર ખરી રહ્યા હોય કે સમય પહેલાં જ ખરી રહ્યા હોય તો તે ચિંતાનો વિષય છે. જો તમે પણ વાળ ખરવાની આ સમસ્યાથી પરેશાન હોવ તો અહીં કેટલાક નુસખા બતાવ્યા છે. આ નુસખાને અપનાવવાથી તમારા વાળની ઉંમર વધી જશે અને સફેદ વાળ પણ કાળા થઈ જશે.

વાળની આ સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીના અહીં બતાવેલ નસુખા ઘણા કારગર છે. જોકે,  ડુંગળીને વાળ ઉપર અનેક પ્રકારે લગાવી શકાય છે. સાથે જ ટામેટા, આંમળા, તલનું તેલ વગેરે પણ ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવ્યા છે. આજે અમે તમને આ નુસખાઓને વાળ પર કઇ-કઇ રીતે ઉપયોગ કરી શકાય છે  તેના વિશે જણાવીશું. સાથે જ, વાળને ખરતાં અટકાવવાં માટેના અન્ય ઉપાય વિશે પણ માહિતગાર કરીશું.

કઇ રીતે કરવો ડુંગળીનો ઉપયોગઃ-

Fallen, white hair permanently get rid of the problem

ડુંગળી વાળને ખરતા અટકાવે છે, કારણ કે, ડુંગળીમાં વધારે માત્રામાં સલ્ફર મળી આવે છે. આ જ કારણ છે કે, ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી તેમાં મળી આવતું સલ્ફર લોહીનું પરિભ્રમણ વધારે છે. ડુંગળીનો રસ સ્કેલ્પ ઇન્ફેક્શનને ખતમ કરે છે. સાથે જ, વાળને મજબૂત બનાવે છે.

કેવી રીતે કરવો ઉપયોગઃ-

ડુંગળીને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લેવી. ત્યાર પછી તેના રસને ગાળી લેવો. આ રસને તેલની જેમ જ આંગળીના ટેરવા વડે વાળની જડમાં લગાવવું. આ ઉપાય સપ્તાહમાં ત્રણ વાર કરવો.

ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને લગાવવું-

1/4 કપ ડુંગળીના રસમાં થોડું મધ મિક્સ કરવું. આ મિશ્રણને વાળની જડમાં લગાવવો. વાળ ખરવાની સમસ્યાનો અંત આવશે.

આ રીતે પણ કરી શકાય ઉપયોગઃ-

એક ડુંગળી કાપીને રમ ભરેલાં ગ્લાસમાં નાખવી. આખી રાત તેને ગ્લાસમાં ડુબાળેલી જ રાખવી. બીજા દિવસે રમને ગાળી લેવી. ડુંગળીના ટુકડા અલગ થઇ જશે. આ રમથી વાળને મસાજ કરવો. સપ્તાહમાં બે વાર આ ઉપાય કરવાથી વાળ ખરતાં અટકી જાય છે.

Fallen, white hair permanently get rid of the problem

ડુંગળીનો રસ કાઢીને તેને ગરમ કરો અને ઠંડો પડ્યા પછી વાળના મૂળમાં લગાવો. તે પહેલાં ગરમ પાણીમાં ભીંજવેલ રૂમાલથી વાળને થોડીવાર ઢાંકી દો. ત્યારબાદ ડુંગળીનો રસ લગાવો. થોડીવાર પછી વાળને સામાન્ય શેમ્પુથી ધોઈ નાખો. નિયમિત રીતે એમ કરો. ડુંગળીનો રસ ગમર કરવાથી તેની દુર્ગંધ દૂર થઈ જાય છે.

ટામેટાનો નુસખોઃ

Fallen, white hair permanently get rid of the problem

જો તમે દરરોજ નહાતા પહેલા ટામેટાનું પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવશો તો ખોડાની સમસ્યા દૂર થઈ જશે. આ નુસખાથી વાળને મજબૂતી મળે છે અને વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે. વાળમાં ટામેટા લગાવ્યા પછી થોડીવાર રહેવા દો અને પછી વાળને કોઈ સારા શેમ્પુથી ધોઈ લો. ખોડો જશે અને વાળ મજબૂત બનશે.

આમળાનો નુસખોઃ-

આમળાના ચૂર્ણને દહીમાં મેળવો અને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને હળવા હાથોથી વાળની જડમાં લગાવો. થોડીવાર એમ જ રહેવા દો અને પછી વાળને ધોઈ લો. એમ નિયમિત રીતે કરવાથી વાળની સમસ્યા દૂર થઈ જાય છે.

સફેદ વાળ થતા રોકવા માટે આ વાત ધ્યાન રાખોઃ-

Fallen, white hair permanently get rid of the problemસૌજન્ય
દિવ્ય ભાસ્કર

સામાન્ય રીતે લોકો સફેદ વાળ જોઈને ઘરબાઈ જાય છે અન તેને ખેંચી નાખે છે. એમ ન કરવું જોઈએ, કારમ કે સફેદવાળ ઉખેડવાથી વધુ સફેદવાળ આવવાનું શરૂ થઈ જાય ચે. સફેદ વાળ ઉખેડવા કરતા સારું છે કે કાતરથી વાળ કાપીને દેવા જોઈએ. તેની સાથે જ અહીં આપેલ નુસખા પણ અપનાવી જુઓ. આ નુસખાથી સફેદવાળની સમસ્યાથી મુક્તિ મળી જશે.

પાચન વ્યવસ્થિત રાખોઃ-

પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને કારણે પણ વાળ સફેદ અને નબળા થઈ જાય છે. જો તમે કબજિયાત અને અપચાની સમસ્યા રહેતી હોય તો આ બીમારીને સારી કરવા માટે ત્રિફળા ચૂર્ણનું નિયમિત રીતે સેવન કરો. એમ કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સારી થઈ જશે. પેટ સારું રહેશે તો અહીં આપવામાં આપેલ નસુખાન યોગ્ય ઉપચાર થઈ શકશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,776 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>