યુટ્યુબ એ ગુગલની જ એક સાઈટ છે, જેમાંથી તમે ફ્રી માં ઓલ્ડ સોંગ્સથી લઈને નાં મુવીઝ, ટ્યુટોરીયલ્સ, ડોકયુમેન્ટરી, ફની વિડિયોઝ અને બીજા પણ અનેક વિડિયોઝ છે જેને તમે નિહાળી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. આ સાઈટ બિલકુલ ફ્રી છે.
આજે અમે તમને આ પોસ્ટ દ્વારા સોફ્ટવેર વગર વિડીયો ડાઉનલોડ કરવાનું શીખવાડશું. કોઇપણ જાતના સોફ્ટવેરને ઈંસ્ટોલ કર્યા વગર હવે તમે યુટ્યુબ ના વિડીયો ડાઉનલોડ કરી શકો છો.
Plugins Install કર્યા વગર જ આ Simple Steps ને Follow કરીને કરો વિડીયો ડાઉનલોડ.
સૌ પ્રથમ તમારે જે વિડીયોને ડાઉનલોડ કરવો હોય તેને સર્ચ બોક્સમાં સર્ચ કરો અને પ્લે કરો. પ્લે કર્યા બાદ તમને તે વિડીયોનો URL મળશે. ત્યારબાદ તમે Force Download Page પર જાઓ. ત્યાંથી “ડાઉનલોડ YouTube” સેશનમાં જાઓ અને વિડિયોનો URL આપવામાં આવેલ ફિલ્ડ (ભૂરા બોક્સ)માં પેસ્ટ કરી Go પર ક્લિક કરો.
મોટાભાગે ખુબજ ઓછા એવા યુઝર્સ હોય છે જે સોફ્ટવેર વગર વિડીયો ડાઉનલોડ કરવાની ટ્રીક્સ જાણતા હોય છે. યુટ્યુબ ના વિડીયો ડાઉનલોડ કરવા માટે તમારે જે ફોરમેટની જરૂર હોય તેના પર ક્લિક કરો એટલેકે Mp3, Mp4, AVI, MPEG, MOV, 3GP, FLV અને WAV વગેરે..
ત્યારબાદ જયારે તમને એક પોપઅપ વિન્ડો દેખાશે ત્યારે તે તમને કહેશે કે તમારી કન્વર્ઝન પ્રોસેસ ને ચાલુ રાખવા માટે સર્વિસને ફ્રી સબ્સ્ક્રાઇબ કરો.
હવે જ્યાં સુધી તમારી કન્વર્ઝન પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી ડાઉનલોડના બટનને પ્રેસ કરો. તેની સામે જે વિન્ડો દેખાય તેમાં ક્લિક કરો અને ફોલ્ડરનું Selection કરો જેમાં તમારે વિડીયો સેવ કરવો હોય. થોડી રાહ જોવી જેથી વિડીયો ડાઉનલોડીંગની પ્રોસેસ ફીનીશ થઇ જાય.
તો તમે પણ કરો આવી રીતે યુટ્યુબ ના વિડીયોઝ ને ડાઉનલોડ. મિત્રો, તમને અમારી આ ટ્રીક્સ પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરવી.