શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર હિંદુ મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે? શું આ કોઈ વૈજ્ઞાનિક રહસ્ય છે? આ મંદિરોને સામાન્ય માણસથી દુર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે? આવા ઘણા બધા કારણો છે તો ચાલો જાણીએ…
ખરેખર આ મંદિર નહિ પણ શાંત સાધનાનું સ્થળ છે
આ કોઈ સામાન્ય સ્થળ નથી, જ્યાં કોઈ મૂર્તિની આરાધના થાય. પરંતુ, આ એક એવું વિશેષ સ્થળ છે જ્યાં દેવી / દેવતા ની વિશેષ ઉર્જા સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થાય. જેના માધ્યમથી ભગવાનની સાધના-આરાધના માં જલ્દીથી સફળતા પ્રાપ્ત થાય. સમય જતા આ સ્થળ લોકોની વચ્ચે લોકપ્રિય બન્યું અને લોકો આને મંદિરની જેમ પ્રયોગ કરવા લાગ્યા. આ કારણોથી સાધનાત્મક પદ્ધતિ વિલીન થતી ગઈ.
ઘોંઘાટ થી દુર
કોઈપણ સાધના કરવામાં અત્યંત એકાંતવાસ ની જરૂર પડે છે. મેદાની વિસ્તારોમાં આ વ્યવસ્થા નથી હોતી. જયારે પહાડી વિસ્તારોમાં લોકોની સંખ્યા ખુબજ ઓછી હોય છે. એટલા માટે ભગવાનની સાધના કરવા માટે અહી સારી સુવિધા હોય છે.
કુદરતી ઉર્જા
પહાડ પિરામિડ આકારના હોય છે. અહી ઉર્જાનો પ્રવાહ વધુ જોવા મળે છે. એટલા માટે શક્તિ શોધનારાઓ ને સાધનામાં સરળતાથી સફળતા મળે છે. જે સ્થળે સાધના સિદ્ધ થાય છે, તે જ જગ્યાને મંદિરની જેમ પૂજવામાં આવે છે.
અનેક સિધ્ધોની અસર
ઊંચા પહાડોમાં અનેક સિદ્ધિઓ વાસ કરે છે, જેનો સંબંધ એ સ્થાન પર પડે છે. આમ પણ કહેવાય છે કે જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન પણ વાસ કરે છે. જેમકે કેદારનાથ સંપૂર રીતે સિદ્ધ સ્થળ છે. જ્યાં નર-નારાયણે તપસ્યા કરી હતી અને તે જ સ્થળે મંદિરની સ્થાપના થઈ.
પ્રકૃતિની સમીપ
પ્રકૃતિની નજીક અને લોકોથી દુર હોવાને કારણે પહાડ પર કુદરતી સફાઈ રહે છે અને પ્રકૃતિની નજીક રહી શકાય છે. જેના માધ્યમથી દેવ પ્રાગટય પણ જલ્દીથી થાય છે. જ્યાં દેવ પ્રાગટય થાઈ અને વરદાન પ્રાપ્ત થાય છે તે સ્થાન આપમેળે જ મંદિર સમાન બની જાય છે.
લાંબી અને મોટી સાધના માટે અનુકૂળ
ઉજ્જડ અને રહસ્યમય હોવાને કારણે પહાડ લાંબી અને મોટી સાધના કરવા માટે યોગ્ય છે, જ્યાં સફળતાની વધારે શક્યતા રહેલ છે.
દેવીય કારણ
શરૂઆત થી જ પહાડોને દેવતાઓનું ભ્રમણ સ્થળ માનવામાં આવે છે, અને દેવતાઓનો પહાડોમાં સુક્ષ્મ વાસ પણ થાય છે.
વરદાન
પુરાણોમાં ઐતિહાસિક રૂપે માનવામાં આવે છે કે ઘણા પહાડો પર દેવ શક્તિઓનું નિવાસ સ્થાન હોવાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેના કારણે ઘણી પર્વત શ્રુંખલાઓ વંદનીય છે.
સ્વાસ્થ્ય કારક
તમે જોયું હશે કે પહાડો પર રહેતા લોકોનું સ્વાસ્થ્ય, મેદાની વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યથી વધારે મજબુત હોય છે. તેથી એ જ કારણ છે કે આવા સ્થળો પર આધ્યાત્મિકતાનો વિકાસ જલ્દીથી થાય છે.
હવામાન
મેદાની વિસ્તારોમાં વાતાવરણ જલ્દી બદલાય છે. પરંતુ, મોટાભાગના પહાડી વિસ્તારોમાં હવામાન એક સરખું જોવા મળે છે અને આ સૌથી મોટા કારણો માંથી એક છે કે મોટે ભાગના ઋષિમુનિઓ પહાડો પર જ વાસ કરે છે. જેનાથી તેમનો વધારે સમય અયોગ્ય હવામાન ની તૈયારી માં ન જતો રહે.