જાણવા જેવું :- ક્રોધની સર્વ શ્રેષ્ઠ દવા

ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે

ક્રોધ એ ટાઈમ બોમ્બ છે એ જ્યારે ફાટે ત્યારે આખા પરિવાર અને સમાજને નુકશાન પહોંચાડે છે. સાન-બાન ગુમાવતો ક્રોધી માણસ આવેશમાં આવીને ગમે તે કરતો દેખાય છે. સામાન્યમાં સામાન્ય ગુસ્સો પણ ઝેરનું બિંદુ મૂકી જાય છે. આવા અનેક બિંદુઓ ભેળા થાય ત્યારે જેનું વર્ણન ન થઈ શકે તેવી વિષમતા જન્મે છે. તેથી જ્યારે ક્રોધ આવે ત્યારે કોઈપણ કાર્ય ન કરતાં વિલંબ કરવો જોઈએ. તો મોટી હોનારત સર્જાતા અટકી જાય છે.

દુનિયાની અંદર જે સુપ્રસિધ્ધ ફિલોસોફર-સંતો-અવતારો અને શાસ્ત્રોએ ક્રોધને જીતવા ઉપર ભાર મૂક્યો છે. તેનું સંકલન અત્રે આ લેખમાં કરવામાં આવ્યું છે. એકાદ મહાપુરુષનું એકાદ વાક્ય પણ જો આપણા જીવનમાં આપણે ઉતારીશું તો આપણે ક્રોધ દ્વારા સર્જાતી હોનારતમાંથી ઉગરી જઈશું.

ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે

 • શાંતિથી ક્રોધને, નમ્રતાથી મનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવા જોઈએ. – ભગવાન મહાવીર
 • કોઈપણ માણસ ગુસ્સે થઈ શકે છે. ગુસ્સે થવું સહેલું છે પરંતુ ખરા માણસ ઉપર, ખરી હદ સુધી, ખરે સમયે, ખરા કારણ માટે અને ખરી રીતે ગુસ્સે થવું એ સહેલું નથી. – એરિસ્ટોટલ
 • ક્રોધનાં કારણો કરતાં એનાં પરિણામો વધુ વેદનામય હોય છે! – માર્કસ ઓરેલિયસ
 • જે સમયે ક્રોધ ઉપજે તેમ હોય તે વખતે તેનાં પરિણામોનો વિચાર કરજો. – કન્ફયૂશિયસ
 • ગુસ્સો એ ગાંડપણની નિશાની છે અને ગાંડપણ અક્કલને ખોઈ નાખે છે માટે ગુસ્સાથી બચતા રહો. – અબુ નસર
 • ક્રોધ મૂર્ખાઈથી શરૃ થઈને પશ્ચાત્તાપમાં પૂરો થાય છે. – પાયથાગોરસ
 • ગુસ્સો કરવો એટલે ખૂન કરવું. – ઈસુ ખ્રિસ્ત
 • જે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખી શેક છે, તે જ સ્વર્ગનો સાચો અધિકારી છે. – કુરાન
 • ક્રોધ બુધ્ધિના દીપકને ઓલવી નાખે છે. એટલે જીવનની કોઈ મહત્ત્વની કસોટીમાં આપણે કાયમ શાંત અને સ્થિર રહેવું જોઈએ. – ઈંગરસોલ
 • બીજા પર ક્રોધ કરીને માનવી માત્ર એનો જ અનાદર અને અપમાન કરતો નથી, પરંતુ એ પોતાની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. – સંત જ્ઞાનેશ્વર
 • ક્રોધ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે. – માતાવાર લોકોસ્થિ
 • જે બાબત માટે આપણે ગુસ્સે થયા હોઈએ તેના કરતાં આપણો ગુસ્સો અને અધીરાઈ ઘણી વખત અત્યંત વધારે નુકશાનકારક સાબિત થાય છે.- માર્કસ ઓરેલિયસ
 • જે માનવી પોતાના ક્રોધને પોતાના ઉપર ઝીલે છે તે જ બીજાના ક્રોધથી બચી શકે છે. તે પોતાના જીવનને સુખી બનાવી શકે છે. – સોક્રેટીસ
 • આપણે કીડી-મંકોડા જેવા જંતુઓને તો મારી નાખીએ છીએ, પણ આપણી અંદર છુપાયેલા ક્રોધને નથી મારતા જે ખરેખર મારવા જેવી વસ્તુ છે. – ગાંધીજી
 • આખા સંસારને એકતાના તારે બાંધવો સરળ છે, પણ પોતાના હૃદયમાં રહેલો ક્રોધ જીતવો અત્યંત કઠણ છે. – વિનોબા ભાવે
 • માનવીના અંતરમાં વસેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા, તેથી જ વ્યવહાર ચાલે છે. – ધૂમકેતુ
 • સજ્જનોનો ક્રોધ પાણી પરના રેખા જેવો લાગે, તે તરત નષ્ટ થાય છે. – રામકૃષ્ણ પરમહંસ
 • ક્રોધ એ ક્ષણિક ગાંડપણ છે. એને કાબૂમાં રાખો, નહિ તો એ તમને કાબૂમાં રાખશે. – આનંદપ્રિયદાસજી સ્વામી
 • જે ક્ષણે ગુસ્સો મન પર શાસન જમાવે છે, તે ક્ષણે વિચારશક્તિ શૂન્ય થઈ જાય છે. – એમ. હેનરી
 • ગુસ્સો ક્યારેક યોગ્યમાં યોગ્ય વ્યક્તિને પણ મૂર્ખ  બનાવી દે છે. – લો રોશકુકોલ્ડ
 • જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો, તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેકંડો ખોઈ નાખી. – ઈમર્સન
 • જ્યારે જ્યારે તમે ગુસ્સે થાઓ ત્યારે ત્યારે ખાતરી રાખજો કે તેટલા સમય પૂરતું તમે ખોટું જ કાર્ય કરી રહ્યા નથી, પરંતુ તમે એક કુટેવ વધારી છે અને બળતામાં ઘી હોમ્યું છે. – એપિક્ટેટ્સ

 

ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે

 • ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે. – સેનેકા
 • સજ્જનની ક્રોધ એક ક્ષણ ટકે, સાધારણ માણસને બે કલાક, નીચ માણસનો એક દિવસ અને મહાપાપીનો મરતાં સુધી – અજ્ઞાત
 • જ્યારે ક્રોધમાં હો ત્યારે દસ વાર વિચારીએ બોલો, જ્યારે અત્યાધિક ક્રોધમાં હો ત્યારે હજાર વાર વિચારીને બોલો. – જેફરસન
 • મનુષ્ય પોતાના ગુસ્સાને છોડી દે તો તેની બધી ઈચ્છાઓ તરત પૂરી થઈ જાય છે. – સંત તિરુવલ્લુવર
 • જે ક્રોધ કરે છે તે હિંસાનો અપરાધી છે. ક્રોધનો સૌથી સારો ઉપાય મૌન છે. ક્રોધ વિનાનો માનવી દેવ છે. – ગાંધીજી
 • જેના મનમાં ક્યારેય ક્રોધ નથી આવતો અને જેના હૃદયમાં કાયમ ઈશ્વર વિરાજે છે તે ભક્ત ઈશ્વરતુલ્ય છે. – રૈદાસ
 • જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે કોઈ વ્યક્તિને ઉત્તર ન આપો, એ જ સર્વોત્તમ છે. – ચીની કહેવત
 • ક્રોધ અને વ્યંગ વચનો વચ્ચે આગ અને તેલ જેવો સંબંધ હોય છે. – પ્રેમચંદ
 • ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોનો પોતાની જાત સાથે બદલો લેવો. – એલેક્ઝાંડર પોપ
 • અત્યંત ક્રોધી સ્વભાવવાળી વ્યક્તિ આંખ હોવા છતાં પણ આંધળી હોય છે. – બાણ ભટ્ટ
 • ગુસ્સે થવું સરળ છે, પરંતુ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે અને યોગ્ય હેતુ માટે ગુસ્સે થવાનું સામર્થ્ય વિરલ વ્યક્તિ પાસે જ હોય છે. – એરિસ્ટોટલ
 • લોખંડ ભલે ગરમ થઈ જાય, પરંતુ હથોડાએ તો ઠંડા જ રહેવું જોઈએ. જો હથોડો ગરમ થઈ જાય તો તેનો પોતાનો લાકડાનો હાથો જ સળગી જાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,294 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>