ક્રિસમસના ફેસ્ટીવલ માટે સ્વિટમાં બનાવો એપ્પલ મફીન

સામગ્રી

7e86c5acca0850981a8762473148f5ab

*  ૧ કપ ઘઉંનો લોટ,

*  ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા,

*  ૧/૪ ટીસ્પૂન તજનો પાવડર,

*  ચપટી મીઠું,

*  ૧/૨ કપ પાણી,

*  ૧/૨ કપ ખાંડ,

*  ૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ,

*  ૩ ટીસ્પૂન મેલ્ટ કરેલ ઘી,

*  ૧/૨ ટીસ્પૂન વિનેગર,

*  ૩ ટીસ્પૂન પાણી,

*  ૧૧/૨ કપ ટુકડા કરેલ એપ્પલ.

રીત

એક બાઉલ લઇ તેમાં ચારણી મૂકી તેની અંદર ઘઉંનો લોટ, બેકિંગ સોડા, તજનો પાવડર અને ચપટી મીઠું નાખીને તેમાં ચમચી થી હલાવીને ચાળી લેવું.

હવે એક તવામાં પાણી અને ખાંડ નાખી ધીમા ગેસે ૨ મિનીટ સુધી લગાતાર હલાવીને કુક થવા દેવું. પછી આમાં વેનીલા એસેન્સ, મેલ્ટ કરેલ ઘી અને વિનેગર નાખી મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લેવું.

પછી આમાં ચાળેલ ઘઉંનો લોટ અને પાણી નાખી હળવા હાથે આને વિસ્ક કરવું. ત્યારબાદ આમાં ટુકડા કરેલ એપ્પલ નાખીને હળવા હાથે મિક્સ કરવું. હવે આ મિશ્રણને મફીન મોલ્ડમાં એકાદ ચમચી જેટલું ભરવું. બાદમાં આની ઉપર એકાદ ચપટી તેટલો તજનો પાવડર નાખવો.

હવે આને પ્રીહીટેડ ઓવનમાં એકસો એસી ડીગ્રી સેલ્સિયસમાં ૨૦ મિનીટ સીધી બેક કરવું. પછી ઓવનમાંથી કાઢીને આ ઠંડુ થાય એટલે સર્વ કરવું.

Comments

comments


4,431 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 3