ક્રિકેટના શોખીનો માટે આ છે ખાસ!! માનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની સત્ય હકીકતો, No. 8 તો તમે જાણતા જ નહિ હોવ!

SachinCoverDrive

૧. આજ સુધી સચિને રમેલી ૪૦૩ ઇનિંગ્સમાં જયારે તેણે ૧૦૦થી ઓછા રન કર્યા હોય ત્યારે નીચે આપેલા સ્કોર પર તેણે ક્યારેય ઇનિંગ્સ પૂરી કરી નથી. ૫૬, ૫૮, ૫૯, ૭૫, ૭૬ અને ૯૨ – બાકી બધા સ્કોર પર સચિનનું નામ બોલે છે.

8903

૨. આફ્રીદીએ આજ સુધી ૩૯૮ વન ડે મેચ રમેલી છે. જેમાં તેને ૮૦૦૦+ રન બનાવ્યા, જેમાં ૬ સદી અને ૩૯ અર્ધ સદી, આશ્ચર્યની વાત એ છે કે આ દરમ્યાન એ કોઈ પણ ઇનિંગ્સમાં ૧૦૦ બોલ ક્યારેય નથી રમ્યો. (એણે વધુમાં વધુ ૯૪ બોલ રમેલા જેમાં ૧૨૪ રન બનાવેલા જે એનો હાઈ સ્કોર છે)

pvw_20130708_0614_53827

૩. સૌરવ ગાંગુલી દુનિયામાં એકમાત્ર એવો ક્રિકેટર છે જેને વન ડેમાં ઉપરા ઉપરી ૪ વખત “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ્સ તેણે ફક્ત ૮ દિવસના સમયગાળામાં એચીવ કરેલ છે. (૧૪ સપ્ટેમ્બર – ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૭)

૪. ૨૨ યાર્ડ લંબાઈની પીચ. – એ એક એવો નિયમ છે જે ક્રિકેટ ના ઇતિહાસમાં હજુ એક પણ વાર બદલવામાં આવ્યો નથી.

૫. ક્રિકેટના ઇતિહાસમાં એવા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા છે, પરંતુ એક વખત પણ મેન ઓફ ધ મેચ નો ખિતાબ મેળવી શક્યા નથી. જેમાં નયન મોંગિયા (૧૪૦ વન ડે) અને સૈયદ કિરમાણી (૮૮ ટેસ્ટ) નો સમાવેશ થાય છે.

131026

૬. ૨૦૧૪ સુધી, મહેલા જયાવર્ધનેએ કુલ ૧૬ સદી ફટકારેલી હતી. આ ૧૬ પ્રસંગો પૈકી, શ્રીલંકા ફક્ત એક જ વખત હારેલું અને તે મેચ એટલે ૨૦૧૧ની વર્લ્ડ કપની ફાઈનલ ! બાકી, એવું સેટ થઇ ગયેલું કે જયવર્ધને સદી મારે એટલે લંકા જીતે જ !

૭. સોંથી વધુ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીસ નો ખિતાબ મેળવવા નો રેકોર્ડ સચિન તેંદુલકર ના નામે છે.

૮. ઇન્ઝમામનાં નામે એક જબ્બરદસ્ત રેકોર્ડ નોંધાએલ છે – વન ડે ક્રિકેટમાં પહેલી જ વાર બોલિંગ કરતા ઇન્ઝમામે  પોતાના કેરિયરનાં પહેલા જ બોલે વિકેટ લીધેલી. અને એ પણ બ્રાયન લારા જેવા ખમતીધર બેટ્સમેનની. વાત અહી અટકતી નથી. આવો જ રેકોર્ડ અત્યારની ભારતીય ટીમ નાં એક ખેલાડી નાં નામે પણ છે. જાણો છો એ કોણ છે ? વિરાટ કોહલી – ઇંગ્લેન્ડ સામેની આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦ મેચમાં પોતાના કરિયરની પ્રથમ ઓવરના પહેલા જ દડે કોહલીએ કેવિન પીટરસનની વિકેટ ખેરવી હતી.

maxresdefault

૯. જયારે વિરાટ કોહલીએ વન ડેમાં પ્રથમ સદી ફટકારી હતી ત્યારે ક્રીસ ગેઈલનાં નામે ૧૯ સદી હતી. આજે, ગેઈલની ૨૨ અને કોહલીની 27 છે !

7-Sachin-Tendulkar

૧૦. તમને આશ્ચર્ય થશે, સચિન તેંદુલકર દુનિયામાં એક માત્ર એવો બોલર છે જેણે બે વાર વન ડે ક્રિકેટની છેલ્લી  ઓવરમાં હરીફ ટીમને ૬ કે તેથી ઓછા રન જોઈતા હોય અને તેણે ન થવા દીધા હોય.૧૯૯૩માં કોલકાતામાં સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જયારે ૬ રન કરવાના હતા ત્યારે ૩ રન જ થવા દીધા હતા અને ઇન્ડિયા ૨ રનથી જીત્યું  હતું.

૧૯૯૭ માં મોહાલીમાં ઓસ્ટ્રેલીયાને જયારે ૬ રન કરવાના હતા ત્યારે સચિને પેલા જ બોલે તેમની દસમી વિકેટ લીધી હતી અને ઈન્ડિયાને જીતાવ્યું હતું. અને સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે બંને મેચોમાં સચિનની એ એકમાત્ર ઓવર હતી.

973245-zaheerkhanafp-1444894523

૧૧. ઝહિર ખાન દુનિયામાં એકમાત્ર એવો બોલર છે જેણે વર્લ્ડ કપમાં ઉપરાઉપરી ૩ મેઈડન ઓવર નાખેલી અને તે પણ શ્રીલંકા સામે વર્લ્ડ કપ ૨૦૧૧ની ફાઈનલ મેચમાં.

૧૨. સ્ટુઅર્ટ કલાર્ક, વસીમ અક્રમ, બ્રેટ લી, ગ્લેન મેકગ્રા, શોન પોલોક, ડેલ સ્ટેઇન, અને કપિલ દેવ આ દુનિયા ફક્ત સાત એવા ક્રિકેટરો છે જેમાં એક વસ્તુ સમાન છે. આ બધાએ ઇનિંગ્સના પ્રથમ અને છેલ્લા બોલે વિકેટ લીધી છે.

૧૩. ટેસ્ટ મેચમાં ૪થા નંબર પર આવનારા ભારતીય બેટ્સમેનોએ આજદિન સુધી ૮૬ સદીઓ ફટકારેલી છે.જેમાંથી ૪૪ સદીઓ સચિને એકલા એ કરેલી છે જયારે બાકીની ૪૨ સદીઓ કરવા માટે બીજા ૬૪ બેટ્સમેનોની જરૂરી પડી !!

૧૪. વિશ્વમાં માત્ર એક જ બેટ્સમેન એવો છે જેણે ટેસ્ટ મેચના પ્રથમ બોલે જ સિક્સ મારી હોય….જાણો છો કોણ ?
ક્રીસ ગેઈલ.gayle

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,402 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>