દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ તાજેતરમાં જ નવી કાર BMW 760Li ખરીદી છે. તેમણે તેને 6.5 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ રીતે તૈયાર કરાવી છે. મુકેશ અંબાણીની જેમ ઘણા બિઝનેસમેન તેમની પસંદગીની કાર ચલાવે છે. ભારતના ટોચના બિઝનેસમેને વિશેષ રીતે બનાવામાં આવેલી કારનો ઉપયોગ કરે છે. કયા બિઝનેસમેનને કઈ કાર પસંદ છે તે અંગે Janvajevu તમને જણાવશે..
વિજય માલ્યા (કિંગ ફિશર)
પસંદગીની કારઃ rolls royce ghost
કિંગફિશરના માલિક વિજય માલ્યા લકઝરી લાઈફ જીવવા માટે જાણીતા છે. તે કારના ઘણાં જ શોખીન છે. તેમની પાસે અનેક કારો છે. જૂની અને નવી કારોનું મોટું કલેકશન તેમની પાસે છે.માલ્યાને રોલ્સ રોયલ્સ ઘોસ્ટ ઘણી પસંદ આવે છે. તે લકઝરી ગાડી છે. જેની કિંમત 3.05 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની પસંદગીની કારોમાં મર્સિડીઝ બેન્ઝની ઘણી મોંઘી કાર મેબાકનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત ભારતમાં પાંચ કરોડ રૂપિયાથી વધારે છે. આ ઉપરાંત તેની પાસે ફરારી 1965, કેલિફોર્નિયા સ્પાઈડર, Ensign MN08, રોલ્સ રોયસ 1913 Silver Ghost, જગુઆર XJ220, જગુઆર XJR15 રેસ કાર છે.
મુકેશ અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ)
પસંદગીની કારઃ BMW 760Li
BMW 760Li કારની મૂળ કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે, પરંતુ વધારાના ફીચર્સ, ફેરફાર અને 300 ટકા આયાત ડ્યુટી લગાવવાના કારણે તેની કિંમત આશરે 8 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કારમાં આ ફેરફાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ ગાડી સંપૂર્ણ રીતે બુલેટ પ્રૂફ છે. મુંબઈ આરટીઓ મુજબ આ કારના રજિસ્ટ્રેશન માટે 1.6 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધી કોઈપણ કાર માટે આપવામાં આવેલી સૌથી વધુ રજિસ્ટ્રેશન ફી છે.
અનિલ અંબાણી (રિલાયન્સ કોમ્યુનિક
પસંદગીની કારઃ lamborghini gallardo
અનિલ અંબાણી વિશ્વની સૌથી સ્ટાઈલિશ કારોમાંથી એક લંબોર્ઝિની ગૈલાર્ડો ચલાવવાનું પસંદ કરે છે. તેમની પાસે પણ મોટા ભાઈની જેમ મર્સિડીઝ એક ક્લાસની કાર છે, પરંતુ તેમને લંબોર્ઝિની ગૈલાર્ડો વધારે પસંદ આવે છે. અનિલ અંબાણી આ કાર જાતે ચલાવે છે. તેની કિંમત 3 થી 3.5 કરોડ રૂપિયા વચ્ચે છે.
રતન ટાટા (ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન)
પસંદગીની કારઃ Ferrari California
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા પણ કારના ઘણા શોખીન છે. તેઓ દર રવિવારે બે પાલતું કૂતરા સાથે રમવાનું અને મરીન ડ્રાઈવ પર કારમાં ફરવાનું પસંદ કરે છે. તેઓ તેમની પાસે લેટેસ્ટ મોડલની કારનું કલેકશન રાખે છે. તેમની પાસે સફેદ 508 બીએચપી જગુઆર XFR સ્પોર્ટસ સલૂન છે. તેમની પાસે બે દાયકા જૂની Chrysler Sebring પણ છે. એવું કહેવામાં આવે છે કે આ મરૂન કલરની કાર ટાટાને એટલી પસંદ છે કે તેમણે 1998માં દુબઈમાં ઈન્ડિકાનું મોડલ આ રંગમાં લોન્ચ કર્યું હતું. વર્ષ 2009માં ટાટાએ ફરારી કેલિફોર્નિયા મોડલ મંગાવ્યું હતું. આ કાર પણ તેમની પસંદગીની એક કાર પૈકીની છે.
ગૌતમ સિંઘાનિયા (રેમન્ડ ગ્રુપ)
પસંદગીની કારઃ Lamborghini Aventador
રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયા સ્પોર્ટ્સ કાર ચલાવે છે. તેમની પાસે અનેક સુંદર કાર છે પરંતુ મોટાભાગે તેઓ રેસમાં ભાગ લેતી કાર ફરારી અને Lamborghini Aventador ચલાવે છે. આ ઉપરાંત તેમની પાસે વિશ્વની ઝડપી કાર એરિયલ એટોમ પણ છે, જે 2 સેકન્ડમાં 100 કિલોમીટરની ગતિ પકડી લે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર