તમે કેવા પ્રકારના ઘર ની ખ્વાહિશ રાખતા હોઈ તે તમારા પર આધારિત છે. કોઈ પહાડોમાં ઘર, કોઈ શહેરની સૌથી મોટી અને ધનિક ઈમારત, તો કોઈ ખુલ્લા મેદાનમાં પોતાનો અશીયાનો બનાવે છે. ઘર નાનું હોય કે મોટું હોય પણ ઘર તો ઘર કહેવાય. પોતાનું ઘર એટલે આપણી માલિકીનું ઘર.
આજે અમે તમને જે ઘર વિષે જણાવવાના છીએ તેમણે ઘર એવી જગ્યાએ બનાવ્યું છે જ્યાં કોઈ તેને પરેશાન ન કરી શકે. અત્યાર સુધી કોઈએ એવું ઘર નહોતું બનાવ્યું જ્યાં તેમને રહેવા માટે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, પણ હવે આ સાબિત થઇ ચુક્યું છે.
અમીલ્લારાહ પ્રાઇવેટ આઇલૅંડ્સની દુનિયામાં તમે પણ આઈલેન્ડના માલિક બની શકો છો. આના માટે તમારે ખુબ મોટી રકમ ચુકાવી પડશે. ‘અમીલ્લારાહ પ્રાઇવેટ આઇલૅંડ્સ’ નામની કંપનીએ સમુદ્રમાં આઈલેન્ડ વહેચવાનું શરુ કરી દીધું છે. આ ઘર દુનિયામાં સૌથી સુંદર ઘરોમાં આવે છે.
કંપનીનું કહેવું છે કે આ આઇલેન્ડ સુપર અમીરો માટે જ છે, જે પોતાની પસંદગીનું ઘર ઈચ્છતા હોય.
કંપનીએ આ ઘરની તસ્વીર રજુ કરી છે, જે મિયામી, માલદીવ અને દુબઇમાં હશે. તસ્વીરમાં દેખાતી આ શાનદાર ટાપુ (આઇલેન્ડ) અબજોપતિઓની પસંદગીના છે. આમાંથી અમુક આઇલેન્ડ પ્લાન્ડ (આયોજિત) આઇલેન્ડ છે જેણે સમુદ્રમાં બનાવવામાં આવ્યા છે. અમુક આઇલેન્ડને આપણે આપણી મરઝી મુજબ હટાવી પણ શકીએ છીએ. આ ઘરમાં સ્વીમીંગ પૂલ, બોટ માટે પાર્કિંગની વ્યવસ્થા અને નાના ઉદ્યાનો પણ હશે.