ક્યાંક ગુફામાં તો ક્યાંક કોફીનમાં, આ છે વિશ્વની હોટલોના સૌથી વિચિત્ર રુમ

Something Cave and  quaint and different different hotel

વિશ્વના ઘણા દેશોમાં એક થી એક ચઢિયાતી હોટલો આવેલી છે, જેના રુમો જોઇ દંગ રહી જશો. જોકે બીજી તરફ અમુક હોટલો એવી છે કે જેના રુમતો આલિશાન છે પણ સાથે એટલા જ વિચિત્ર અને આશ્ચર્ય પમાડે તેવા છે. કોઇક હોટલ ભૂગર્ભમાં 500 ફૂટ નીચે રુમ આપી રહી છે, તો કોઇ નદી પર તરતી હોટલમાં આવેલા પોટમાં રુમ આપે છે. અહીં અમે આવા જ 7 વિચિત્ર પ્રકારના રુમો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

અંડરગ્રાઉન્ડ રુમ

સ્થળ : સલા સિલ્વરમાઇન હોટલ, વેસ્ટમેનલેન્ડ કાઉન્ટી, સ્વિડન

વિશેષતા : સિલ્વરમાઇન વિશ્વમાં સૌથી ઊંડે હોટલ રુપ આપતી હોટલ છે. આ હોટલ એક બંધ થયેલી ચાંદીની ખાણની નીચે આવેલી છે. આ હોટલ જમીનની 500 ફૂટ નીચે છે. અહીંના રુમમાં વિશેષ પ્રકારની લિફ્ટ થકી જ પ્રવેશી શકાય છે.

Something Cave and  quaint and different different hotel

સૌથી નાનું લક્ઝરી રુમ

સ્થળ : ગ્રાન્ડ હોટલ ધ કોમમે રાકે, એનરમ, નેધરલેન્ડ

વિશેષતા : આ હોટલ તમને વિશ્વનો સૌથી નાનો રુમ આપે છે, જોકે તેમછતાં આ હોટલનો ક્લાઇન્ટ કિંગ સાઇઝ બેડથી લઇ પ્રાઇવેટ સિટીંગ રુમ સુધીની સેવાઓ મેળવી શકે છે.

Something Cave and  quaint and different different hotel

કોફીન રુમ

સ્થળ : પ્રોપેલર આયલેન્ડ સિટી લોજ, બર્લિન, જર્મની

વિશેષતા : ભયજનક વાતાવરણ ગણાતા કોફીનની અંદર રાખેલા બેડવાળો રુમ આ હોટલ દ્વારા આપવામાં આવે છે. અહીં રુમ એવા ઉત્સાહી લોકો માટે છે જેઓને મૃત્યુ બાદના સમયે કોફીનની પરિસ્થિતિને અનુભવવાની કંઇક વધારે જ ઉતાવળ હોય છે. જ્યારે કે વિશ્વના અન્ય લોકો આ પ્રકારનો અનુભવ કરવાથી દુર ભાગે છે.

Something Cave and  quaint and different different hotel

ફ્લિન્સટોન્સ રુમ

સ્થળ : મોડોના ઇન, સેન લુઇસ ઓબિસ્પો, કેલિફોર્નિયા

વિશેષતા : ફ્લિન્સટોન નામની કાર્ટૂન શ્રેણી ઘણા લોકોને યાદ હશે, જેમાં ફ્લિન્સટોન અને તેના મિત્રોને ગુફામાં રહેતા દેખાડવામાં આવે છે. તે જ રીતે આ હોટલનો રુમ નંબર 137 તમને ગુફામાં રહેતા હોવાનો અનુભવ કરાવશે અને તે પણ બધી જ મોર્ડન સુવિધાઓની સાથે.

Something Cave and  quaint and different different hotel

સર્વાઇવલ પોડ

સ્થળ : ધ કેપ્શૂલ હોટલ, હેગ્યૂ, નેધરલેન્ડ

વિશેષતા : આ મોબાઇલ હોટલ રુમના સર્વાઇવલ પોડ રુમ એક ફિલ્મથી પ્રેરિત થઇને બનાવવામાં આવ્યા હતા. પાણીના પ્રવાહની સાથે આ પોડ તમને આગળ લઇ જશે, આ વિશિષ્ટ પ્રકારના હોટલ રુમના અનુભવને માણવા જેવો ખરો.

Something Cave and  quaint and different different hotel

ચોકલેટ રુમ

સ્થળ : લા રિઝર્વ, પેરિસ, ફ્રાન્સ

વિશેષતા : આ રુમ તેના નામ પ્રમાણે ચોક્લેટની વસ્તુઓનો બનાવેલો છે, આ રુમ કાર્લ લેજરફેલ્ડની ગ્રેટેસ્ટ ફેન્ટેસીથી પ્રેરિત છે. આ સિરીઝમાં ચોકલેટથી બનેલા ‘ચોક્લેટ બોય’ને પણ આ રુમમાં રાખવામાં આવ્યો છે.

Something Cave and  quaint and different different hotelસૌજન્ય
દિવ્ય ભાસ્કર

ધ નોટિલસ સ્યૂટ

સ્થળ : પોસેઇડન અંડર સી રિઝોર્ટ, પોસેઇડન મિસ્ટ્રી આઇલેન્ડ, ફિઝી

વિશેષતા : આ રુમને સૌથી મોટુ અંડરવોટર લક્ઝરી સૂઇટ કહેવામાં આવે છે. જેની માટે પ્રવાસી એક રાત્રિના રોકાણ માટે 30,000 ડોલરની રકમ ખર્ચતા પણ ખચકાતા નથી. અહી બારી પાસે તમને ખાસ બટન આપેલું હોય છે, જેથી તમે માછલીઓ અને અન્ય દરિયાઇ જીવોને ભોજન આપી શકો. આ ઉપરાંત સૂઇટ પાસે સબમરીન પણ ફરતી જોવા મળી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,009 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>