કોમેડીના બાદશાહ ‘કપિલ શર્મા’ વિષે જાણવા જેવું, અચૂક જાણો

bbcn6

કોમેડિયન બાદશાહ બિટ્ટુ શર્મા ઉર્ફ કપિલ શર્મા ફિલ્મ અભિનેતા, ટીવી હોસ્ટ, ડિરેક્ટર અને સાથે સાથે એક સારા સિંગર પણ છે. ટેલિવિઝન શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ થી પહેચાન મળેલ કપિલ શર્મા તેના કરોડો દર્શકોના દિલમાં વસે છે. અમે તમને તેમના વિષે કેટલીક અજાણી વાતો જણાવવાના છીએ..

* ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ નામનો શો બંધ થતા હવે તેમનો નવો શો પ્રસારિત થવાનો છે જે સોની ચેનલ પર આવવાનો છે. આ શો માં પહેલા ગેસ્ટ ‘કિંગ ખાન’ એટલેકે શાહરૂખ ખાન છે.

* મુંબઈમાં આવતા પહેલા કપિલ પીસીઓ અને કપડાંની મિલમાં કામ કરતા હતા. માત્ર આટલું જ નહિ તેમણે પોતાના શહેરમાં સોફ્ટડ્રીંક્સ વેચવાનું પણ કામ કર્યું છે.

* કપિલ શર્મા નો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તે પંજાબના મિડલ ક્લાસ ફેમીલીમાં જન્મેલ છે. તેમના પિતા પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ હતા અને તેમની માતા જનક રાણી એક ગૃહિણી છે. કપિલે તેમનું ભણતર હિન્દૂ કોલેજ, અમૃતસરથી કર્યું છે.

* બધાને હસાવતા હસાવતા કપિલ સફળતાના માર્ગે પહોચી જશે તેવી તેમના ફેમિલી માંથી કોઈની આશા નહોતી. તેમને સફળતા રાતોરાત નથી મળી, તેમણે આના માટે તનતોડ મહેનત કરી છે.

* કપિલ શર્મા ક્યારેય કોમેડિયન, ઍંકર અને અભિનેતા બનવા નહોતા માંગતા. પહેલાથી જ તેમનો શોખ સિંગર બનવાનો હતો.

profile-shoot-of-comedian-kapil-sharma_1f37b4d2-90e1-11e5-8abe-9658c5a0e511

* જયારે પહેલી વાર કપિલ શર્માને એક શો માં બેસ્ટ કોમેડિયન નો પુરસ્કાર જીત્યો હતો ત્યારે તેમને ૧૦ લાખ રૂપિયા પણ મળ્યા હતા. આ ૧૦ લાખ રૂપિયાને કપિલે તેમની બહેનના લગ્નમાં ખર્ચ કર્યા. તેઓ હમેશા એવું ઈચ્છતા હતા કે અમારા સમગ્ર પરિવાર માંથી મારી બહેનના લગ્ન ખુબ ધામધૂમથી થાય.

* બોલીવુડમાં કપિલ શર્માનો પ્રથમ પ્રેમ સુસ્મિતા સેન છે અને બધા જ સમયે મનપસંદ અભિનેતા ધર્મેન્દ્ર છે.

* કપિલ આજે ખુબજ સફળ વ્યક્તિ છે. તેમની પાસે ગાડી છે, બેંક બેલેન્સ છે, બંગલો છે અને બીજું બધી પણ છે જેમના વિષે તેમણે વિચાર્યું પણ નહોતું. આજે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં કપિલ શર્મા હાઇ ડિમાન્ડ માંથી એક છે. તેઓ અનુપમ ખેરનો પહેલા શો ‘કુચ ભી હો સકતા હે’ માં અને અમિતાભ બચ્ચન નો શો ‘કોણ બનેંગા કરોડપતિ’ ના પહેલા એપિસોડ માં આવેલ મહેમાન છે.

* ટેલિવિઝનના મનોરંજનની દુનિયામાં બે સૌથી મોટા શો ના પહેલા જ એપિસોડમાં કપિલ શર્માનું મહેમાન તરીકે આવવું એ તેમની લોકપ્રિયતા અને કામિયાબીનું જ એક સબુત છે.

* ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ના ઓડીશન માંથી કપિલને રિજેક્ટ કર્યો હતો. પછી તેમને શો માં ફરીવાર બોલાવવા માં આવ્યા અને ખુબ મહેનત કરીને આ શો જીત્યો. આથી સાબિત થાય છે કે તેઓ રાતોરાત સ્ટાર નથી બન્યા.

Kapil-Sharma-Birthday-2

* ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ નામનો શો એટલો બધો હીટ ગયો કે તેના ૧૦૦ એપિસોડ પૂર્ણ થતા તેમાં ફિલ્મ ‘સિંધમ’ ની આખી ટીમ આવી હતી. ત્યારે ડીરેક્ટર રોહીત શર્માએ કહ્યું હતું કે ‘જસ્ટ એ કોમેડિયન’ કહેવું યોગ્ય નથી. હી ઈઝ એ ગ્રેટ એક્ટર, હી ઈઝ એ ગ્રેટ આર્ટીસ્ટ. તેથી જ તેઓ આજે આ કામિયાબીના શિખરે છે.

* કપિલ એક સેન્સીટીવ અને ઈમોશન પર્સન છે. આ તેમને જાતે જ કહ્યું છે તેઓ જણાવે છે કે તે જલ્દી વિક થઇ જાય છે.

* તેમનું માનવું છે કે તેઓ ખુબ ભાગ્યશાળી છે અને તેઓ લાઈફ પાસેથી વધારે આશા નથી રાખતા. તેમનું માનવું છે કે, ‘મે લાઈફમાં કઈક બનવાનું કોઈ લક્ષ્ય નથી રાખ્યું અને હું મારી જીંદગી પાસેથી કઈ ઉમ્મીદ પણ નથી રાખતો. મને જે કઈ પણ મળે છે તેમાં હું ખુશ રહું છુ. જયારે હું ફેક્ટરીમાં કામ કરતો ત્યારે કમાયેલ પૈસાથી મે મ્યુઝિક સીસ્ટમ ખરીદ્યું અને તે સમયે મને મ્યુઝિક સીસ્ટમથી ખુબ ખુશી મળી હતી. કારણકે મને મ્યુઝિક સાંભળવું ખુબજ પ્રિય છે.’

* તેમનું માનવું છે કે દુનિયામાં ફેમસ થવું અલગ વાત છે પરંતુ, ફેમસ થયા બાદ પોતાના માં માનવતા રાખવી એ પણ એક અલગ વાત છે. તેમણે એક શો માં કહ્યું હતું કે, ‘તે ઉદાસ થઇ જાય તેવા પર્સન છે, જયારે થાકેલા એરપોર્ટથી નીકળે છે ત્યારે ફેંસ તેમને ઘેરી લે છે. તેમની સાથે સેલ્ફી લે છે. થાકેલા હોવા છતા તે ના નથી પાડતા. કારણકે તે તેમના ફેંસને ખુબ ચાહે છે.

397303-kapil-sharma-square

Comments

comments


8,705 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 16