સામગ્રી
* ૧/૨ કપ વિસ્ક કરેલ દહીં,
* ૧૦ નાના તુલસીના પાન,
* ૨ ટીસ્પૂન છીણેલ એપ્પલ,
* સ્વાદાનુસાર મીઠું,
* ચપટી મરીનો ભૂકો,
* ૧/૨ ટીસ્પૂન લુંમ્બુની ઉપરની છાલ
* ૧૧/૨ કપ મોટા-મોટા સમારેલ કોબીજના પાન,
* ૨ કપ એપ્પલ ની સ્લાઈસ,
* ૧/૪ કપ સમારેલ સેલેરી.
રીત
ડ્રેસિંગ બનાવવા એક બાઉલમાં વિસ્ક કરેલ દહીં, નાના તુલસીના પાન, છીણેલ એપ્પલ, સ્વાદાનુસાર મીઠું, ચપટી મરીનો ભૂકો, લુંમ્બુની ઉપરની છાલ (બારીક) નાખી મિક્સ કરવું. તો તૈયાર છે ડ્રેસિંગ.
હવે એક બાઉલમાં મોટા-મોટા સમારેલ (હાથથી) કોબીજના પાન નાખવા. આ પાનને એક કલાક સુધી ઠંડા પાણીમાં પલાળીને કપડામાં બાંધી રાખવા. પછી આ બાઉલમાં એપ્પલ ની સ્લાઈસ, સમારેલ સેલેરી અને તૈયાર કરેલ ડ્રેસિંગ નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ આને એક પ્લેટમાં કાઢવું અને સર્વ કરવું.