કોણ હતા નર અને નારાયણ ઘણાને ખબર નથી હોતી!

Nare  and Narayan who do not know many about their pastimes!

પરમેશ્વર સદાશિવ(શિવ, શંકર, રુદ્ર અને મહેશ નહીં) તેના ત્રણ પ્રગટ રૂપમાંથી પ્રથમ ભગવાન વિષ્ણુના 24 અવતાર માનવામાં આવ્યા છે. તેમાંથી બે અવતર નર અને નારાયણ. આપણે જેને નારાયણ કહીએ છીએ તે વિષ્ણુનો અવાતર છે. તેમના ભજન પણ તમે સાંભળ્યા જ હશે.

श्रीमन नारायण नारायण हरि हरि।
तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि।

નર અને નારાયણની કહાનીને જાણવી ખૂબ જ જરૂરી છે. આ તેમના જીવનની કહાની નથી પણ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવી રહ્યો છે. આ બંને ભાઈઓને કારણે ધર્મ અને સત્યનો ભારતમાં વિસ્તાર થયો. મોટાભાગના હિન્દુ તેમની કથાને નથી જાણતા અને તેઓ એવું માને છે કે તેઓ વિષ્ણુ જ છે. હાલ વિષ્ણુ ભક્તિની મહિમાનો અધિક મહિનો ચાલી રહ્યો છે ત્યારે જાણો વિષ્ણુના આ અવતાર વિશે સંક્ષિપ્તમાં તેમનો પરિચય અને તેમની સાથે જોડાયેલ ખાસ કિસ્સા.

અવતારનો અર્થ કોઈનામાં વિષ્ણુનું અવતરણ થવું. ભગવાન રામ પણ વિષ્ણુના જ અવતાર હતા પરંતુ તેઓ સ્વયં વિષ્ણુ ન હતા. તેઓ પણ બ્રહ્મા અને વશિષ્ટની અનુશંસા ઉપર વિષ્ણુના અવતાર ઘોષિત કરવામાં આવ્યા હતા. અર્થાત્ રામ એક માધ્યમ હતા અને વિષ્ણુએ તેમાં ઉતરીને લીલાકરી હતી. અવતારના અર્થમાં કોઈ બીજાનું અવતરણ થવું. જો કે કેટલાક અવતારોમાં વિષ્ણુ સ્વયં પ્રગટ થયા છે.

24 અવતારો આ પ્રમાણએ છેઃ- 1-આદિ, પરષુ, 2-ચાર સનતકુમાર, 3-વરાહ, 4-નારદ, 5-નર અને નારાયણ, 6- કપિલ, 7-દત્તાત્રેય, 8-ઋષભ, 10-પૃથુ, 11-માતસ્ય, 12-કચ્છપ, 13-ધનવંતરી, 14-મોહિની, 15-નૃસિંહ, 16-હયગ્રીવ, 17-વામન, 18-પરશુરામ, 19-વ્યાસ, 20-રામ, 21-બલરામ, 11-કૃષ્ણ,23-બુદ્ધ અને 24-કલ્કિ.

ભગવાન બ્રહ્માના પુત્ર ધર્મની પત્ની રુચિના માધ્યમથી શ્રીહરિ વિષ્ણુએ નર અને નારાયણ નામના બે ઋષિઓના રૂપમાં અવતાર લીધો. જન્મ લેતી વખતે બદરીવનમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. તે બદરીવાનમાં આજે બદ્રીકાશ્રમ બન્યું છે. તો નર અને નારાયણ નામના બે પહાડ છે. તો પાસે જ કેદારનાથનું પવિત્ર શિવલિંગ છે જેને નર અને નારાયણને મળીને સ્થાપિત કર્યું હતું. તે લગભગ 8 હજાર ઈ.સ. પૂર્વની વાત છે.

નર અને નારાયણની તપસ્યાથી જ સંસારમાં સુખ અને શાંતિનો વિસ્તાર થયો. આજે પણ કેદરનાથ અને બદ્રીકાશ્રમમાં ભગવાન નર-નારાયણ નિરંતર તપસ્યામાં રત રહે છે. તેમને જ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતાર લઈ લીલા રચી હતી. લીલાનો અર્થ નાટક નથી થતો.

તેમની તપસ્યાને જોઈને દેવરાજ ઈન્દ્રએ તેમને આપેલો પડકાર…

Nare  and Narayan who do not know many about their pastimes!

ઈન્દ્રએ કરી હતી નર-નારાયણની પરીક્ષાઃ-

એકવાર નર અને નારાયણની તપસ્યા જોઈને દેવરાજ ઈન્દ્રએ વિચાર્યું કે આ તપ દ્વારા મારા ઈન્દ્રાસનને હડપી લેવા માગે છે. એમ વિચારીને ઈન્દ્રએ તેમની તપસ્યા ભંગ કરવા માટે કામદેવ, વસંત અને અપ્સરાઓને મોકલી. તેમને જઈને ભગવાન નર-નારાયણે પોતાની નાના પ્રકારની કલાઓ દ્વારા તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની ઉપર કામદેવ તથા તેમના સહયોગીઓનો કોઈ પ્રભાવ ન પડ્યો. કામદેવ, વસંત તથા અપ્સરાઓ શ્રાના ભયથી થર-થર કાંપવા લાગ્યા. તેમની આ દશા જોઈને ભગવાન નર અને નારાયણે કહ્યું- તમે લોકો ડરો નહીં. તમે પ્રેમ અને પ્રસન્નતાથી તમારા લોકોનું સ્વાગત કરીએ છીએ.

ભગવાન નર અને નારાયણની અભય આપનારી વાણીને સાંભળીને કામ પોતાના સહયોગીઓની સાથે અત્યંત લજ્જિત થયો. તેમને તેમની સ્તુતિ કરતીને કહ્યું- પ્રભુ, તમે નિર્વિકાર પરમ તત્વ છો. મોટા-મોટા આત્મજ્ઞાની પુરુષ તમારા ચરણ કમળની સેવાના પ્રભાવથી કામવિજયી થઈ જાય છે. અમારી ઉપર તમે પોતાની કૃપાદ્રષ્ટિ સદૈવ બનાવી રાખો. અમારી તમને એવી પ્રાર્થના છે. તમે દેવાધિદે વિષ્ણુ છો.

કામદેવની સ્તુતિ સાંભળીને ભગવાન નર અને નારાયણ પ્રસન્ન થયા અને તેમને પોતાની યોગમાયા દ્વારા એક અદભૂત લીલા બતાવી. બધા લોકોએ જોયું કે સુંદર-સુંદર નારીઓ નર અને નારાયણની સેવા કરી રહી છે. નર -નારાયણે કહ્યું- તમે આસ્ત્રીઓમાંથી કોઈ એકને માગીને સ્વર્ગમાં લઈ જઈ શકો છો, તે સ્વર્ગ માટે આભૂષણ સ્વરૂપ રહેશે.
તેમની આજ્ઞા માની કામદેવે અપ્સરાઓમાં સર્વશ્રેષ્ઠ અપ્સરા ઊર્વશીને લઈને સ્વર્ગ માટે પ્રસ્થાન કર્યું. તેને દેવસભામાં જઈ ભગવાન નર અને નારાયણની અતુલિત મહિમા વિશે બધાને કહ્યું, જેને સાંભળીને ઈન્દ્ર ચકિત થઈ ગયા અને ભયભીત થઈ ગયા. ઈન્દ્રએ શ્રી નર અને નારાયણની પ્રત્યે પોતાની દુર્ભાવનાઓ અને દુષ્કૃતિ ઉપરપ વિશેષ પશ્ચાતાપ થયો.

કેદારનાથમાં નરનારાયણે કરી હતી શિવલિંગની સ્થાપનાઃ-

Nare  and Narayan who do not know many about their pastimes!

મહાભારતમાં બતાવ્યા પ્રમાણે કેદાર અને બદરીવનમાં નર-નારાયણ નામના બે ભાઈઓએ ઘોર તપસ્યાઓ કરી હતી. એટલા માટે આ સ્થાન મૂળતઃ આ બે ઋષિઓનું સ્થાન છે. બંનેએ કેદારનાથમાં શિવલિંગ અને બદરીકાશ્રમમાં વિષ્ણુના વિગ્રહરૂપની સ્થાપના કરી હતી.

કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા શિવ પુરાણમાં ત્યારે આવે છે જ્યારે નર અને નારાયણ શિવની આરાધના કરી રહ્યા હોય છે. ભગવાન શિવની પ્રાર્થના કરતા-કરતા બંને કહે છે કે શિવ તમે અમારી પૂજા ગ્રહણ કરો.

નર અને નારાયણની પૂજા આગ્રહ ઉપર ભગવાન શિવ સ્વયં તેને પાર્થિક લિંગમાં આવે છે. આ પ્રકારે પાર્થિવ લિંગની પૂજામાં સમય પસાર થતો જાય છે. એક દિવસ શિવ ખુશ થાય ચે અને નર અને નારાયણની સામે પ્રગટ થઈને કહે છે કે તેમની આરાધનાથી તેઓ ખૂબ જ ખુશ છે એટલે વરદાન માંગો તેમ કહે છે.

નર અને નારાયણ કહે છે કે, હે પ્રભુ જો તમે પ્રસન્ન છો તો લોક કલ્યાણ માટે કંઈક કરો. ભગવાન શિવ કહે છે કે કહો શું કહેવા માગો છો. ત્યારે નર અને નારાયણ કહે છે કે જે પાર્થિવ લંગમાં અમે તમારી પૂજા કરી છે તેલિંગમાં તમે સ્વયં નિવાસ કરો જેથી તમારા દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થઈ જાય.

બંને ભાઈઓના અનુરોધથી ભગવાન શિવ વધુ પ્રસન્ન થઈ જાય છે અને કેદારનાથના આ તીર્થમાં કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરવા લાગી જાય છે. આ પ્રકારે કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થાય છે.
મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે પાપથી મુક્ત થયા પછી કેદારેશ્વરમાં સ્થિત જ્યોતિર્લિંગની આસપાસ મંદિરનું નિર્માણ પાંડવોએ પોતાના હાથેથી કર્યું હતું. ત્યારબાદ તેનું ફરિ નિર્માણ આદિ શંકરાચાર્યએ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા ભોજે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,983 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>