કોણ છે આ દુનિયાના અબજોપતિઓ

દુનિયામાં બિલિયોનેરની સંખ્યા પ્રથમ વાર બે હજારથી વધી છે. હવે દુનિયાના ૬૭ દેશોમાં કોઇ ને કોઇ બિલિયોનેર રહે છે જેની પાસે ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલરની સંપત્તિ છે. હારુને જારી કરેલી યાદીમાં ભારતે પણ હરખાવા જેવી બાબત છે. ભારતે પ્રથમવાર બ્રિટન અને રશિયાને બિલિયોનેરની સંખ્યામાં માત આપી છે, હવે ભારત આ બંને દેશો કરતાં વધુ બિલિયોનેર ધરાવે છે. આ યાદીમાં પ્રથમવાર ફેસબુકના યુવાન માર્ક ઝુકરબર્ગે પણ એન્ટ્રી મારી છે.

Bill gets

મોટાભાગના બિલિયોનેર ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનાં છે. માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ હજુ પણ નંબર વન પર છે. તેમણે ૮૫ બિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે મેક્સિકોના ધનિક કાર્લોસ સ્લીમ બીજા સ્થાને અને વોરેન બફેટ ત્રીજા સ્થાને છે. આ વર્ષે આ યાદીમાં ૪૩૧ નવા બિલિયોનેરનો સમાવેશ થયો છે, જેમાંના પાંચમા ભાગના તો માત્ર ચીનના છે. આ યાદીમાં અમેરિકા સૌથી વધારે ૫૩૭ બિલિયોનેર ધરાવે છે જ્યારે ન્યૂ યોર્ક શહેરમાં સૌથી વધુ બિલિયોનેર રહે છે.

ભારતમાં નવા ૨૭ બિલિયોનેર

આ યાદી અનુસાર હવે ભારતમાં ૯૭ બિલિયોનેર રહે છે. આમ ભારત એ દુનિયાનાં દેશોમાં બિલિયોનેર રહેતા હોય તેવા ત્રીજા નંબરનાં ક્રમે આવે છે. આ વખતે ભારતે રશિયા અને બ્રિટનને આ મામલે ઓવરટેક લઇ લીધો છે, આ વર્ષે ભારતમાં નવા ૨૭ બિલિયોનેર ઊમેરાયા હતા. અને આ બધાની ભેગી થઇને સંપત્તિ ૨૬૬ બિલિયન ડોલર જેટલી થાય છે.

દુનિયાનાં ટોપ ફાઇવ બિલિયોનેર

 • બિલ ગેટ્સ ૮૫ બિલિયન ડોલર
 • કાર્લોસ સ્લીમ ૮૩ બિલિયન ડોલર
 • વોરેન બફેટ ૭૬ બિલિયન ડોલર
 • એ. ઓર્ટેગા ૫૫ બિલિયન ડોલર
 • લેરી ઇલિસન ૫૪ બિલિયન ડોલર

ભારતીય બિલિયોનેર

 • મુકેશ અંબાણી ૨૦ બિલિયન ડોલર
 • દિલીપ સંઘવી ૧૭ બિલિયન ડોલર
 • પાલનજી મિસ્ત્રી ૧૬ બિલિયન ડોલર
 • અઝિમ પ્રેમજી ૧૪ બિલિયન ડોલર
 • શિવ નાદર ૧૧ બિલિલિયન ડોલર
 • કુમાર બિરલા ૧૦ બિલિયન ડોલર
 • સુનિલ મિત્તલ ૧૦ બિલિયન ડોલર
 • આનંદ બર્મન ૫.૮ બિલિયન ડોલર
 • ઉદય કોટક ૫.૪ બિલિયન ડોલર
 • ગૌતમ અદાણી ૪.૮ બિલિયન ડોલર

ફેક્ટ ફાઇલ

 • ૨,૦૮૯ કુલ બિલિયોનેરની દુનિયામાં સંખ્યા
 • ૯૭ બિલિયોનેર ભારતના
 • ૨૬૬ બિલિયન ડોલર ભારતનાં બિલિયોનેરોની કુલ સંપત્તિ
 • ૨૨૨ નવા બિલિયોનરોેનો દુનિયામાં સમાવેશ
 • ૯૧ બિલિયોનેર ન્યૂ યોર્કમાં રહે છે
 • ૬૮ દેશોમાં બિલિયોનેર પથરાયેલા
 • ૨૯૭ ટેકનોલોજી ક્ષેત્રનાં બિલિયોનેર

આ બિલિયોનેર ક્યાં રહે છે

 • અમેરિકા ૫૩૭
 • ચાઇના ૪૩૦
 • ભારત ૯૭
 • રશિયા ૯૩
 • યુકે ૮૦
 • જર્મની ૭૨
 • સ્વિત્ઝર્લેન્ડ ૬૦
 • બ્રાઝિલ ૫૬
 • તાઇપેઇ ૪૮
 • ફ્રાન્સ ૪૬

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,317 views

facebook share