બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને તેની મકાન માલિક સેલિના જેટલી ઘર ખાલી કરાવ્યું છે.તેને ઘર ગંદુ કરવાને કારણે ઘર બહાર કાઢી મુકી છે.સની લિયોન અંધેરી સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને અહેવાલોનું માનીએ તો તે હવે જુહુના એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા ચાલી ગઈ છે.આમ તો મોટા ભાગની જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓ ભાડે રહે છે તો અમુકે પોતાનો ફ્લેટ ખરીદી લીધો છે.ત્યારે જાણવાજેવું.કોમ તમને બોલિવૂડ અભિનેત્રીઓના રેસિડન્સ અંગે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.
અભિનેત્રી:અનુષ્કા શર્મા
ક્યાંની છે:બેંગાલુરૂ, ભારત
બોલિવૂડ ડેબ્યુ:રબ ને બના દી જોડી(2008)
મુંબઈમાં રેસિડન્સ: લોખંડવાલામાં પોતાનું ઘર છે. આ ઘર તેમણે 2013માં ખરીદ્યુ હતું. આ પહેલા તે વર્સોવામાં ભાડેથી રહેતી હતી.
અભિનેત્રી: કેટરિના કૈફ
ક્યાંની છે: લંડન
બોલિવૂડ ડેબ્યુ: બૂમ(2003)
મુંબઈમાં રેસિડન્સ: મુંબઈમાં તેની પોતાની કોઈ પ્રોપર્ટી નથી. ગત વર્ષે પ્રેમી રણબિર કપૂર સાથે કાર્ટર રોડ સ્થિત સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટ (રેન્ટલ)માં શિફ્ટ થઈ છે. આ પહેલા તે બાન્દ્રામાં ભાડેથી રહેતી હતી.
અભિનેત્રી: જેકલીન ફર્નાન્ડીઝ
ક્યાંની છે: શ્રીલંકા
બોલિવૂડ ડેબ્યુ:અલ્લાદીન(2009)
મુંબઈમાં રેસિડન્સ: બે વર્ષથી બાન્દ્રા સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. એપ્રિલ 2015માં આવેલા અહેવાલો મુજબ તેમણે બાન્દ્રામાં જ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.જોકે હવે તે ત્યાં શિફ્ટ થઈ ગઈ હોવાના અહેવાલ આવ્યા નથી.
અભિનેત્રી: નરગીસ ફખ્રી
ક્યાંની છે: ન્યોયોર્ક, અમેરિકા
બોલિવૂડ ડેબ્યુ: રોકસ્ટાર(2011)
મુંબઈમાં રેસિડન્સ: મુંબઈમાં હાલ તેને પોતાનું ઘર નથી. 2011થી તે બાન્દ્રામાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે.
અભિનેત્રી: દીપિકા પાદુકોણ
ક્યાંની છે: બેંગાલુરૂ,ભારત
બોલિવૂડ ડેબ્યુ:ઓમ શાંતિ ઓમ(2007)
મુંબઈમાં રેસિડન્સ:2010માં 16 કરોડ રૂપિયાના ખર્ચે પ્રભાદેવી વિસ્તારમાં સ્થિત બીયુ મોંડે ટાવર્સમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો.જોકે આ પહેલા તે પાલીહિલમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી.
અભિનેત્રી: હુમા કુરેશી
ક્યાંની છે:નવી દિલ્હી, ભારત
બોલિવૂડ ડેબ્યુ:ગેંગ્સ ઓફ વાસ્સેપુર-1(2012)
મુંબઈમાં રેસિડન્સ: ગત વર્ષે હુમા અને તેના ભાઈ શાકીબ સલીમે અંધેરીમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો છે. જોકે, તેને કબ્જો મળવાની રાહ જોવાની હતી અને આ ભાઈ-બહેન આ વિસ્તારના 5 BHK ફ્લેટમાં ભાડેથી રહેતા હતાં. હજુ સુધી નવા ફ્લેટમાં શિફ્ટ થવાના સમાચાર આવ્યા નથી.
અભિનેત્રી:અસિન થોટ્ટુમકલ
ક્યાંની છે:કોચીન(કેરળ)
બોલિવૂડ ડેબ્યુ:ગજની(2008)
મુંબઈમાં રેસિડન્સ: અંધેરીમાં પોતાનો ફ્લેટ છે,જ્યાં તે 2009થી શિફ્ટ થયેલી છે.
અભિનેત્રી:અદિતી રાવ હૈદરી
ક્યાંની છે: હૈદરાબાદ, તેલંગાણા
બોલિવૂડ ડેબ્યુ:દિલ્હી 6(2009)
મુંબઈમાં રેસિડન્સ:મુંબઈમાં 8 વર્ષ થઈ ગયા પણ આજ સુધી તેને તેના સપનાનું ઘર મળ્યું નથી. તે અંધેરી સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં રહે છે.
અભિનેત્રી: ઈલેના ડીક્રુઝ
ક્યાંની છે:ગોવા,ભારત(જન્મ મુંબઈ માં)
બોલિવૂડ ડેબ્યુ:બરફી(2012)
મુંબઈમાં રેસિડન્સ:જ્યારથી બોલિવૂડમાં આવી છે ત્યારથી તે અંધેરી સ્થિત એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં રહે છે.
અભિનેત્રી:ચિત્રાંગદાસિંહ
ક્યાંની છે: મેરઠ, ઉત્તરપ્રદેશ
બોલિવૂડ ડેબ્યુ:હજારો ખ્વાહીશે એસી(2003)
મુંબઈમાં રેસિડન્સ: 2010 સુધી ભાડેથી રહેતી હતી. આ વર્ષે તેમણે અંધેરીમાં પોતાનું ઘર ખરીદ્યું છે અને હાલ તેમાં જ રહે છે.
અભિનેત્રી:પરિણીતિ ચોપરા
ક્યાંની છે: અંબાલા, હરિયાણા
બોલિવૂડ ડેબ્યુ: લેડીઝ વર્સેઝ રિકી બહલ(2011)
મુંબઈમાં રેસિડન્સ: આ વર્ષે એપ્રિલમાં તેમણે પોતાનો ફ્લેટ ખરીદ્યો છે. આ પહેલા તે મુંબઈના ઉપનગર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર