કોઈક પુરુષે સ્ત્રીઓ માટે કહેલા સર્વોત્તમ વિચારો…

couple-happy_759_thinkstockphotos-474467727

૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.

૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી….તે મારી બહેન હતી.

૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…. મારા શિક્ષીકા.

૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો, અને પ્રેમની જરુર હતી..ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.

૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી.

૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે.

જો તમે એક પુરૂષ હોવ તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો અને જો તમે એક સ્ત્રી હોવ તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.

તમારી નાનકડી લાડલી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે. અને છેલ્લે એક દીકરી જે પીયર ની સર્વે માયા ત્યજીને… સાસરીયાં પરીવારના દરેક પાત્ર સાથે એકરસ થઇ રહે છે. તે દરેક દિકરીઓને આ સમર્પિત છે.

જો તમારે દીકરી હોય જે આસપાસ હોવા માત્રથી તમારું જીવન જીવવા લાયક બનાવી દેતી હોય અને તેને તમે તમારા શ્વાસથી પણ વધુ ચાહતા હોવ …તમારી દીકરી માટે તમને અપાર ગૌરવ હોય, તો આ થોડા વાક્યોની નકલ કરી પ્રેમાળ પુત્રીના મા-બાપ હોવાનું ગૌરવ ધરાવતા હોય તેમને તુરંત મોક્લી આપો…”

2016-01-18-1453090253-7345058-dailyhabitsofwildlyhappycouples

Comments

comments


8,502 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 14